પાટણ પાસે વડાવલીમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ

Subscribe to Oneindia News

પાટણ -ચાણસ્મા વચ્ચે આવેલા વડાવલીમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા, પરિસ્થિતિ તંગ બની છે. આ અથડામણમાં મકાનોમાં આગ લગાવાની ઘટના પણ બની છે. જે બાદ હારીજ, પાટણ, ચાણસ્મા સહિતનો પોલીસ કાફલો અહીં ખડકવામાં આવ્યો છે. પણ તેમ છતાં હાલ અહીં સ્થિતિ ખુબ જ તંગ છે. સાથે જ આગજનીના કારણે 4 ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. અને પોલીસ દ્વારા સ્થિતિ કાબુમાં લેવામાં માટે પ્રયાસો ચાલુ છે.

patan

નોંધનીય છે કે બોર્ડની પરિક્ષા આપવા જતી વખતે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરાર બાદ મામલો બગડતા બંન્ને જૂથ આમને સામને આવ્યા હતા. જો કે પોલીસે સ્થિતિ સંભાળવા માટે હવામાં ફાયરિંગ સમેત ટિયરગેસના સેલ છોડ્યા હતા. જો કે આ ઘટનામાં એક વ્યક્તિના મોત સમેત 20 લોકોને ઇજા અને 5 થી 7 જેટલા વાહનાની આગ ચંપી આવ્યા સામસામે, પોલીસે મામલો થાડે પાડવા હવામાં ફાયરિંગ કર્યું અને ટિયરગેસના સેલ પણ છોડ્યા, 1 વ્યક્તિનું મોત, 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત, 7 થી 8 જેટલા મોટા વાહનોમાં પણ આગ ચંપી કરાઈ હોવાની ઘટના બની છે. જેના પગલે SRP ની 3 કંપની પણ ખડકવામાં આવી છે. જો કે પોલીસ દ્વારા લોકોને શાંતિ જાળવવા અને અફવા ના ફેલાવવાની અપીલ કરવામાં આવી છે.

English summary
Patan: After small fight between two groups, riot like situation occurred.
Please Wait while comments are loading...