પાટણનું રિજનલ સાયન્સ સેન્ટર પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું!

ગુજરાતના સ્થાપના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન થયા બાદ 3 મહિનાના ટૂંકા ગાળામાં 1 લાખ 55 હજાર પ્રવાસીઓ આ સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ ચુક્યા છે.

પાટણ ખાતે આવેલ રિજીયોનલ સાયન્સ સેન્ટર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. ગુજરાતના સ્થાપના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન થયા બાદ 3 મહિનાના ટૂંકા ગાળામાં 1 લાખ 55 હજાર પ્રવાસીઓ આ સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ ચુક્યા છે. જે ખરેખર આ સેન્ટરની લોકપ્રિયતા બતાવી રહ્યુ છે.

Patans Regional Science Center

રિજીયોનલ સાયન્સ સેન્ટરને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. અમદાવાદ બાદ ઉત્તર ગુજરાતમાં આ એક માત્ર સાયન્સ સેન્ટર હોવાથી શાળાના બાળકો, વડીલો, નાના-મોટા તમામ લોકોને સાયન્સ સેન્ટર આકર્ષે છે. ખાસ કરીને બાળકો માટે આ સાયન્સ સેન્ટર ખુબ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે. રોજના સરેરાશ 1500 થી 2000 પ્રવાસીઓ મુલાકાતે આવે છે. રવિવારની રજાના દિવસે આ આંકડો વધીને 5000ને પાર પહોંચી જાય છે.

રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટર 10 એકરમાં ફેલાયેલું છે, જેની પાછળ અંદાજે 100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સાયન્સ સેન્ટરમાં ડાયનાસોર પાર્ક અને વૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત ઇન્ટરેક્ટિવ પ્રદર્શનોની સાથે પાંચ વિવિધ ગેલેરી જેમ કે ડાયનાસોર ગેલેરી, હ્યૂમનસાયન્સ ગેલેરી, નોબેલ પ્રાઇઝ ગેલેરી, હાયડ્રોપોનિક ગેલેરી અને ઓપટીક્સ ગેલેરી છે. માત્ર 3 મહિનામાં મુલાકાતીઓની સંખ્યા આટલી વધી ગઇ છે તો આવનારા સમયમાં પ્રવાસીઓનો ધસારો વધું રહશે તેવી શક્યતાઓ લાગી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X