પાટણ: શૈક્ષણિક વર્ષ 2023 – 24ની કોલેજ જોડાણની સમય મર્યાદા વધારાઈ
પાટણ: શૈક્ષણિક વર્ષ 2023 – 24ની કોલેજ જોડાણની સમય મર્યાદા વધારાઈ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોને નવીન શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ચાલુ વધારાના જોડાણ માટે 31 માર્ચ સુધી અરજી કરવાની મુદત આપવામાં આવી છે. ત્યાર બાદ એપ્રિલ માસમાં જોડાણ કરવામાં આવશે તો લેટ ફી લેવામાં આવશે તેવો પરિપત્ર જાહેર કરી કોલેજોને જાણ કરવામાં આવી છે.
Recommended Video


યુનિવર્સિટી અધિનિયમ કલમ 35 મુજબ દર વર્ષે કોલેજોએ જોડાણ ચાલુ રાખવા અથવા વધારા માટે યુનિવર્સિટીમાં અરજી કરવાની હોય છે. જોડાણ મેળવ્યા બાદ યુનિવર્સિટી દ્વારા નવીન શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ માટે બેઠકો ફાળવવામાં આવે છે. વર્ષ પૂર્ણ થાય તે પહેલાં યુનિવર્સિટી દ્વારા કોલેજો પાસેથી જોડાણ અરજીઓ મંગાવવામાં આવતી હોય છે.
ત્યારે આ નવાં શૈક્ષણિક વર્ષ 2023-24 માટે જોડાણ પ્રક્રિયાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કરી કોલેજોને 31 માર્ચ સુધીમાં ચાલુ વધારાના જોડાણ માટેની અરજી કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. જો આપેલી સમય મર્યાદા બાદ કોલેજો અરજી કરશે તો લેટ ફી વસૂલવામાં આવશે.
HNGU, પાટણના ડૉ ડીએમ પટેલે કહ્યું કે, "હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાંચ જિલ્લામાં વિસ્તરાયેલી છે અને તેના પાંચ જિલ્લામાં જે કોલેજો આવતી હોય તે કોલેજોને ચાલુ વધારાનું જોડાણ અને નવી કોલેજોની દરખાસ્ત યુનિવર્સિટી એક્ટ 35 મુજબ 13 મહિના પહેલાં નોંધવાની હોય છે. અને એનો પરિપત્ર કરી દીધો છે એટલે દરેક કોલેજે ચાલુ વધારાના જોડાણની અરજીઓ લેટ ફી વગર 30 માર્ચ પહેલાં કરી દેવાની હોય છે અને લેટ ફી સાથે 30 એપ્રિલ સાથે કરી શકે છે."












Click it and Unblock the Notifications
