પાટીદારો રામપુર ખાતે રાહુલ ગાંધીના વધામણાં કરશે!

Written By:
Subscribe to Oneindia News

વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ આવેલા રાહુલ ગાંધીનું જામનગર જિલ્લાના રામપુર ગામ ખાતે પાસ કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરશે. પાસ કન્વીનર હાર્દિક પટેલે સોમવારે રાહુલ ગાંધીના ગુજરાત પ્રાવસ પર આવવાની વાતનું સ્વાગત કર્યું હતું. ત્યારે આજે પાસ સાથે પાટીદારો મોટી સંખ્યામાં હાજર રહીને રાહુલ ગાંધીનું સ્વાગત કરશે. બીજી તરફ રાજ્ય સરકારે પાસ સહિતના પાટીદાર નેતાઓને બેઠક કરવા જઈ રહ્યા છે. જેમાં હાર્દિક પટેલ ઉપસ્થિત નથી રહેવાનો તો હાર્દિક પટેલે ભાજપના જીતુ વઘાણીની હાજર રહેશે તો પાસ બેઠકમાં નહિ જોડાય તેમ મીડિયાને જણાવી ચુક્યો છે.

jamnagar

રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલન ચૂંટણી પહેલા ખતમ કરવા માંગે છે. જેના ભાગ રૂપે આજે ગાંધીનગરમાં પાસ, ઉમીધામ, એસપીજી જેવી 6 સંસ્થા સાથે બેઠક કરવામાં આવશે. તો બીજી તરફ હાર્દિક પટેલ દ્વારા પહેલા રાહુલ ગાંધીનું સ્વાગત અને પછી હવે પાટીદારો દ્વારા તેમના સ્વાગતથી તેવી ચર્ચાઓને વેગ મળ્યો છે કે આવનારા સમયમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઇ જશે. અને આ રીતે ભાજપને મોટો ફટકો આપશો. તો બીજી તરફ કોંગ્રેસે પણ જણાવ્યું હતું કે જો તે સત્તામાં આવશે તો પાટીદારોને અનામત આપવા માટે બનતા પ્રયાસો કરશે.

English summary
Patidar leaders welcome Rahul Gandhi at Jamnagar. Read here more.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.