For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રિસિયાએ કહ્યું, ' લોકલાડિલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી'

By Rakesh
|
Google Oneindia Gujarati News

patricia-hewitt
ગાંધીનગર, 11 જાન્યુઆરીઃ આપણે ગુજરાતી બોલવાનો પ્રયત્ન કરતા વિવિધ લોકોને જોયા હશે, તમામ કેમ છો, મજામાં ને, જેવા શબ્દો બોલીને પોતાની ભાષામાં કે પછી અંગ્રેજીમાં પોતાનું પ્રવચન શરુ કરી દે છે, પરંતુ ગાંધીનગર ખાતે ચાલી રહેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013 દરમિયાન એક વિદેશી ડેલિગેટ્સ દ્વારા પોતાના પ્રવચનમાં શરૂઆતના કેટલોક ભાગ ગુજરાતીમાં બોલતા જોવા મળ્યા હતા. તેની પાછળનું તેમણે કારણ પણ જણાવ્યું હતું. યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રેસિડેન્ટ પેટ્રિસિયા હેવિટે ગુજરાતીમાં પ્રવચન કરીને ઉપસ્થિત તમામના મુખે હળવું સ્મિત વેરી દીધું હતું.

તેમણે ગુજરાતીમાં કહ્યું હતું કે, નમસ્તે, ભાઇઓ અને બહેનો અને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી., હું ગુજરાતને જાણું છું અને ગુજરાતમાં મને મજા આવે છે. હું આ ગુજરાતી મારી આસપાસ રહેતા ગુજરાતીઓ પાસેથી શિખી છું. હું જ્યારે 2001માં ગુજરાત આવી ત્યારે અહીંની પોટેન્શિયલને મે જાણી હતી અને જોયી હતી પરંતુ નહોતી ખબર કે 10 વર્ષની અંદર ગુજરાત આટલું આગળ થઇ જશે. અને આગામી સમયમાં ગુજરાત ચીન કરતા પણ વધારે આગળ વધી જશે અને વધી રહ્યું છે, જે એક ફેક્ટ છે. અમે અહીં આવ્યા છીએ અમે અમે રસ ધરાવીએ છીએ કે બી ટૂ જી અને જી ટૂ બી(બ્રિટન ટૂ ગુજરાત અને ગુજરાત ટૂ બ્રિટન) સંબંધો સ્થપાય.

પેટ્રિસિયા હેવિટ, પ્રેસિડેન્ટ, યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ મને ખૂબ ખૂબ આનંદ છે કે હું આજે તમારા વચ્ચે હાજર છું. મને ગુજરાતમાં રહેવાની મજા આવે છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં આવવા ઉપરાંત ગુજરાત આવવાનું એક કારણ એ છે કે ગુજરાતી સમાજ સાથે અમારે સંબંધો મજબૂત બનાવવા છે. અમદાવાદમાં યુકે ટ્રેડ ઓફિસ શરૂ કરી છે. ગુજરાત ભારતમાં સૌથી વધારે ઝડપથી વિકસતું રાજ્ય છે. મને જણાવતા આનંદ થાય છે કે બ્રિટનની તમામ પ્રકારના કદની કંપનીઓ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે કામ કરવા તત્પર છે. યુકે એજ્યુકેશન અને સ્કીલ તથા એન્જિનીયરિંગ ઓફ ટુમોરો નામથી બે સેમિનાર પણ યોજી રહ્યા છીએ. અમે મજબૂત ભાગીદારી ઇચ્છીએ છીએ.

ગાંધીજી, સરદાર પટેલ અને ધીરુભાઇ અંબાણી સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જોડતા તેમણે કહ્યું હતું કે, ગાંધીજીએ લીડરશિપ અને અંતર પૂરું કરવાનો મંત્ર આપ્યો, મોદી સાહેબે તેમ કર્યું. સરદાર પટેલે જરૂપિયાતો પૂરી કરવા જણાવ્યું, નરેન્દ્ર મોદીએ તે કર્યું. મારા પિતા ધીરુભાઇએ લીડરશિપનો મંત્ર આપ્યો, તે પણ તેમણે ફોલો કર્યો. આ સાથે તેમણે હ્યદય આંખો ખુલ્લા રાખીને તેમના વિચારોને પણ અમલમાં મૂક્યા. નરેન્દ્ર મોદીમાં અર્જુન જેવી સ્પષ્ટ દીર્ઘદ્રષ્ટિ છે. જેના કારણે છેલ્લા દાયકામાં તેઓ વિશ્વ અને દેશમાં અનોખા વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા છે.

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ઉત્સવ અને મેળાનો માહોલ હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત દ્વિવાર્ષિક ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ના ઉદઘાટનનો પ્રસંગ હતો. આ પ્રસંગે આજે દેશ, વિદેશના બિઝનેસ જૂથો , વિદેશી પ્રતિનિધિમંડળો, ઉદ્યોગ અગ્રણીઓ, સરકારી અધિકારીઓની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઇવેન્ટનું ઉદઘાટન કર્યું હતું. આ વાઇબ્રન્ટ ઇવેન્ટમાં હાજરી આપવા માટે રતન ટાટા, અદિ ગોદરેજ, આનંદ મહિન્દ્ર, ચંદા કોચર, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ગૌતમ અદાણી વગેરે જેવા ભારતીય ઉદ્યોગના મધાંતાઓ ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત વિદેશી મહાનુભાવોએ પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. તાકાશી યાગી, એમ્બેસેડર જાપાન, પેટ્રિક બ્રાઉન એમપી કેનેડા આવ્યા હતા. આ પ્રસંગે સૌપ્રથમ ગણેશ વંદના કરીને ગુજરાતની ઓળખ આપતું કવિ નર્મદ લિખિત ગીત 'જય જય ગરવી ગુજરાત' રજૂ કરવામાં આવ્યું હતું.

English summary
patricia hewitt of UK India Business Council started speech in gujarati during vibrant gujarat summit 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X