Photos: જામનગરમાં ઉજવાયો આંતરાષ્ટ્રીય પતંગ ઉત્સવ
જામનગરમાં ઉજવાયો આંતરાષ્ટ્રીય પતંગ ઉત્સવ. જુઓ તસવીરો
જામનગરમાં ગુરુવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ટુરીઝમ અને જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આંતરાષ્ટ્રીય પતંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ધાટન સાસં દ પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં વિદેશથી આવેલા અનેક પતંગબાજોએ હાજરી આપી હતી. અને રંગબેરંગી વિશાળકાળ પતંગ ઉડાવીને લોકોમાં ભારે આકર્ષણ ઊભુ કર્યું હતું. વધુમાં કાર્યક્રમની શરૂઆતમાં સાંસ્કૃતિ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા અને કોલંબીયા જેવા દેશોથી 21 પતંગબાજો આવ્યા હતા. વળી ગુજરાત સિવાય ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોથી પણ પતંગબાજોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ત્યારે મોટી સંખ્યામાં બાળકો આ પતંગ ઉત્સવની મજા માણી હતી. અને આકાશમાં સુંદર લાંબી અને રંગબેરંગી પતંગોને જોઇને મંત્રમુગ્ધ થયા હતા. નોંધનીય છે કે આ વખતે અમદાવાદ સમેત વડોદરા, પાલનપુર જેવા અન્ય શહેરોમાં પણ પતંગ ઉત્સવ મોટા પ્રમાણમાં ઉજવવામાં આવ્યો હતો.













Click it and Unblock the Notifications
