For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સામે લડતા આરોગ્યકર્મીઓની સ્વાસ્થ્ય સેવા નિશ્ચિત કરવા HCમાં જાહેર હિતની અરજી

ગુજરાત હાઇકોર્ટની કામગીરી કોરોના વાયરસ સંક્રમણને કારણે ઠપ્પ કરી દેવામાં આવી છે. કોઇ ખાસ અગત્યની મેટરના કેસમાં જ હાઇકોર્ટ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ સુનાવણી કરવાનો હાઇકોર્ટ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો

|
Google Oneindia Gujarati News

ગુજરાત હાઇકોર્ટની કામગીરી કોરોના વાયરસ સંક્રમણને કારણે ઠપ્પ કરી દેવામાં આવી છે. કોઇ ખાસ અગત્યની મેટરના કેસમાં જ હાઇકોર્ટ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ સુનાવણી કરવાનો હાઇકોર્ટ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. ત્યારે, ગુજરાત હાઇકોર્ટમાં કોરોના વાઇરસની મહામારીમાં ફરજ બજાવી રહેલા સ્વાસ્થ્યકર્મીઓને કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે યોગ્ય સુવિધા ઉભી કરવા માંગ કરતી જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

અરજદાર દ્વારા જાહેર હિતની અરજીમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની માર્ગદર્શિકા પ્રમાણે કોરોના સામે આરોગ્ય કામગીરીમાં જોડાયેલા સ્વાસ્થ્ય કર્મીઓને પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ આપવા માંગ કરવામાં આવી છે. આરોગ્યકર્મીઓને ગ્લોવ્સ, N-95 માસ્ક, મેડિકલ માસ્ક, ગાઉન સહિતના જરૂરી સાધનોનો આપવાની માંગ કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરતાં 10% સ્વાસ્થ્ય કર્મીઓને પણ કોરોના ચેપ લાગવાની સંભાવના હોય છે.

સિક્યોરિટી નિશ્ચિત કરવા અરજદારની રજૂઆત

સિક્યોરિટી નિશ્ચિત કરવા અરજદારની રજૂઆત

PIL માં અરજદારે રજૂઆત કરી છે કે, કોરોનાને રોકવા માટે વિકસિત દેશો પણ સંકટ ભોગવી રહ્યા છે ત્યારે, ભારત એક વિકાસશીલ દેશ છે. અહીં પૂરતા PPE એટલે કે, પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ પણ ઉપલબ્ધ નથી. અરજદારે પીઆઇએલમાં સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલા લોકોને તમામ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ પુરા પાડવા અને તેમની સિક્યોરિટી નિશ્ચિત કરવા રજૂઆત કરી છે.

લોકડાઉન સુધી થતી હતી મેડિકલ ઇક્વિપમેન્ટની નિકાસ

લોકડાઉન સુધી થતી હતી મેડિકલ ઇક્વિપમેન્ટની નિકાસ

ઉલ્લેખનિય છેકે, જાન્યુઆરીના અંતમાં ભારતમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો. જેના કારણે ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડે મેડિકલ ઇક્વિપમેન્ટસની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતું, 27મી ફેબ્રુઆરીના રોજ વધુ આઠ સાધનોની નિકાસને છુટ અપાઇ હતી. ભારતમાં કોરોના વકરવા છતાં લોકડાઉનની જાહેરાત સુધી માસ્ક સહિતના સાધનો નિકાસ થતી હતી. વિવિધ મીડિયા દ્વારા પણ આ નિકાસ સામે રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: બ્રિટનના પીએમ બોરિસ જૉનસનને પણ કોરોના વાયરસ, આઈસોલેટ કરાયા

English summary
pil filled in gujarat highcourt for ensure personal protection equipments to health employees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X