પિંક ઓટો બાદ સરકાર પિંક વાન અંગે વિચાર કરી રહી છે:CM રૂપાણી

Written By:
Subscribe to Oneindia News

સુરત શહેરમાં હવે તમને રસ્તાઓ પર ગુલાબી રિક્ષા ફરતી જોવા મળશે, જે ચલાવનાર મહિલાઓ હશે. લાંબી રાહ જોવડાવ્યા બાદ સુરત મહાનગર પાલિકાએ માત્ર મહિલા મુસાફરો માટે મહિલા ડ્રાઇવરવાળી ખાસ 'પિંક ઓટો સર્વિસ' લોન્ચ કરી છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુ સાથે આ સેવા શરૂ કરવામાં આવી છે. આ સાથે જ શહેરમાં થતી છેડછાડની ઘટનાઓને ટાળવા માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

pink auto surat

માસ દીઠ 18 હજારની કમાણી કરી શકશે મહિલાઓ

આ યોજના હેઠળ શરૂઆતમાં 70 પિંક ઓટોરિક્ષા લોન્ચ કરવામાં આવી છે અને આ માટે સુરત મહાનગર પાલિકા દ્વારા 15 મહિલા ઓટો ડ્રાઇવરોને તૈયાર કરવામાં આવ્યા છે. મહિલા ડ્રાઇવરોના લાઇસન્સ માટે પણ પાલિકા મદદ પૂરી પાડશે. શાળાએ બાળકોને લાવવા-લઇ જવાના કામ અને ત્યાર બાદ અન્ય મુસાફરોની સવારી કરી આ મહિલાઓ મહિને આશરે 18 હજારની કમાણી કરી શકે એમ છે.

pink auto surat

બેંક ઓફ બરોડા સાથે ટાઇ-અપ

પાલિકાએ આ યોજના માટે બેંક ઓફ બરોડા સાથે ટાઇ-અપ કર્યું છે, જે હેઠળ 7 ટકા વ્યાજ સાથે બેંક તરફથી લોન આપવામાં આવશે. બેંક દ્વારા એક રિક્ષા પર રૂ.84 હજારની લોન આપવામાં આવશે અને સાથે જ સરકાર તરફથી આની પર 25 ટકા સબસીડિ આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 2 જુલાઇ અને રવિવારના રોજ આ પિંક ઓટો સર્વિસ લોન્ચ કરી હતી. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે, આ યોજના બાદ હવે સરકાર પિંક વેન અંગે પણ વિચાર કરી રહી છે.

pink auto surat
English summary
CM Vijay Rupani launched Pink Auto service for ladies in Surat on 2nd July, 2017 Sunday.
Please Wait while comments are loading...