સુરતઃ રનવે પર ભેંસ સ્પાઇસ જેટના વિમાન સાથે અથડાઇ

આ અકસ્માત અંગે જાણવા મળ્યા અનુસાર સ્પાઇસ જેટનું એસજી 633 189 સીટર બોઇંગ એરક્રાફ્ટ સુરત એરપોર્ટ પરથી દિલ્હી તરફ જવા ટેક ઓફ કરી રહ્યું હતું, એ દરમિયાન વિમાનમાં જોરદાર ધડાકો થયો હતો. વિમાનને પાર્ક કરવામાં આવ્યા બાદ ખબર પડી કે રનવે પર ભેંસ અથડાઇ હતી.
પેસેન્જરોને શરૂઆતમાં કહેવામાં આવ્યું કે અન્ય એરપોર્ટ પરથી વિમાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ મોડી રાત્રે સ્પાઇસ જેટે જાહેરાત કરી કે સુરત-દિલ્હીની ફ્લાઇટને અચોક્કસ મુદ્દત માટે સસ્ટેપન્ડ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.












Click it and Unblock the Notifications
