PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું 92 ટકા કામ પૂર્ણ
ગાંધીનગર : રાજ્યના ઐતિહાસિક અને પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ કેન્દ્રોના વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે. તેમાંથી એક છે, ઓખાથી બેટદ્વારકાને જોડતો 'સિગ્નેચર બ્રિજ', જે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.
ઓખાથી બેટદ્વારકા જવા માટે અત્યારે ફેરીબોટની મદદથી જવું પડે છે, પરંતુ હવે 978 કરોડના ખર્ચે આ સિગ્નેચર બ્રિજ બનવા જઇ રહ્યો છે.

ઓખાથી બેટદ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઇના આ બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે, જેના માટે દરિયાઇ બાજ ક્રેનથી સમુદ્રમાં 38 પિલર ઊભાં કરવામાં આવ્યાં છે. માર્ચ 2018માં કામગીરી શરૂ થઇ, ત્યારથી આજ દિન સુધીમાં આ બ્રિજની 92 ટકા ભૌતિક કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ઓક્ટોબર 2023ના અંત સુધીમાં આ બ્રિજ પૂર્ણ થાય તેવી તૈયારી છે.
ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજની વિશેષતાઓ
- બ્રિજની લંબાઇ 2320 મીટર રહેશે, જેમા 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ રહેશે.
- ઓખા અને બેટ દ્વારકા બન્ને બાજુ થઇ 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવશે.
- બ્રિજના મુખ્ય ગાળાની લંબાઇ 500 મીટર છે જે ભારત દેશમા સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે.
- વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવામાં આવશે.
- બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે.
આ ચાર માર્ગીય બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવશે.
- ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલ થી 1 મેગાવોટ વિજળી નું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રિજ પરની લાઇટીંગ માટે કરવામાં આવશે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે.
- બ્રિજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુ ગેલેરીનું આયોજન કરવામાં આવેલ છે.
- બ્રિજ પર રાત્રિ દરમ્યાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
