મોદીના હસ્તે મોઢેરા સૂર્યમંદિર ખાતે સૌર ઊર્જા સંચાલિત 3-ડી પ્રોજેકશન મેપિંગ શો અને હેરીટેજ લાઇટિંગનો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મોઢેરાને ભારતના સૌપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું,.જે અંતર્ગત મોઢેરા સૂર્ય મંદિર ખાતે સૌર ઊર્જા સંચાલિત 3-ડી પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગનો પ્રારંભ કરાયો હતો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મોઢેરાને ભારતના સૌપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું,.જે અંતર્ગત મોઢેરા સૂર્ય મંદિર ખાતે સૌર ઊર્જા સંચાલિત 3-ડી પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગનો પ્રારંભ કરાયો હતો. જે ક્ષણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે મોઢેરા ગામ સમગ્ર દેશમાં એક રોલ મોડલ તરીકે ઉભર્યું છે. આ ગામના મકાનો સરકારે સોલાર પેનલ સ્થાપિત કરીવામાં આવી છે, અને અહીં નાગરિકો, સૌર ઉર્જાથી ઉત્પન્ન વીજળીનો 24 કલાક ઉપયોગ કરે છે.
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સૂર્યનગરી મોઢેરા ખાતે કાયમી ધોરણે 3-D પ્રોજેક્શન મેપિંગ તેમજ મોન્યુમેન્ટ લાઈટીંગની શરૂઆત કરાઇ છે.દેશના પ્રધાનમંત્રીએ આ લાઇટીંગ અને સાઉન્ડ શોનો પ્રારંભ કરાવ્યો હતો.
મોઢેરાના ઈતિહાસને ઉજાગર કરી પ્રવાસીઓને માહિતગાર કરવા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ 3D પ્રોજેક્શન મેપિંગ તેમજ મોન્યુમેન્ટ લાઈટીંગનું આયોજન કરાયું છે.આ 3D પ્રોજેક્શનનો 18 મીનીટનો શો દરરોજ સાંજે 2 વાર ચલાવવામાં આવશે. આ ઉપરાંત હેરીટેજ લાઈટીંગને નિહાળવા સાંજે 6.00 થી 10.00 વાગ્યા સુધી દેશ-વિદેશના પ્રવાસીઓ મુલાકાત કરી શકશે. મંગળવારથી પ્રવાસીઓ મોઢેરા સૂર્યમંદિર ખાતે 3-ડી પ્રોજેક્શન મેપિંગ શો તેમજ મોન્યુમેન્ટ લાઇટીંગનો આનંદ માણી શકશે.
મોઢેરા સૂર્યમંદિર હવે રાત્રિના સમયે પણ પ્રકાશથી ઝળહળી ઉઠશે. અહીં સૂર્યમંદિર પરિસરમાં સૌર ઉર્જા આધારિત સ્માર્ટ સ્ટ્રીટલાઇટ લગાવવામાં આવી છે
ભારત સરકારના પર્યટન મંત્રાલય તથા કલ્ચર વિભાગ દ્વારા ભારતમાં જુની પૌરાણિક શૈલી તથા તેના ઈતિહાસને માહિતગાર થાય તેવા મોન્યુંમેન્ટસ પર લાઈટીંગ તથા લાઈટ અને સાઉન્ડ શો કામગીરી સૂર્યમંદિર મોઢેરા ખાતે કરાઇ છે
ભારતમાં મુખ્યત્વે આવેલા સૂર્યમંદિર પૈકી કોર્ણાકના સૂર્યમંદિર પર ખુબ જ સુંદર પ્રકારનો પ્રોજેક્શન મેપિંગ સાથેનો સાઉન્ડ અને લાઈટ શો કાર્યરત છે. આવુજ એક અકલ્પનીય સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જીલ્લાના મોઢેરા ખાતે આવેલું છે જેની પર દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવવામાં આવેલ છે.
મોઢેરા ખાતેના કાર્યક્રમાં 150 થી વધુ કલાકારો દ્વારા મોઢેરા સૂર્યમંદિર ખાતે આદિત્ય હૃદયમ્ સ્તોત્રમ રજૂ કર્યો હતો. અદભૂત,એલૌકિક અને અદ્રિતિય આ સ્તોત્રમ ભરતનાટ્યમ, કથકલી, ઓડિસી, કથક, મણિપુરી, કુચીપુડી અને મોહિનીઅટ્ટમ જેવા 7 શાસ્ત્રીય નૃત્યોના સંગમથી રજૂ કરાયો હતો.
મોઢેરા ખાતેના કાર્યક્રમ પ્રસંગે પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, નવસારી સંસદ સી.આર.પાટીલ,મહેસાણાના સંસદસભ્ય મતી શારદાબેન પટેલ સહિત જિલ્લાના ધારાસભ્યો, અધિકારીઓ-પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા












Click it and Unblock the Notifications
