રાષ્ટ્રીય એકતા દિવસ 2025: સરદાર પટેલની આજે 150મી જન્મજયંતિ, PM મોદીએ આપી પુષ્પાંજલિ
National Unity Day 2025: ભારતમાં આજે, 31 ઓક્ટોબર, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના એકતા નગર ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

PM મોદીએ સરદારની પ્રતિમા પર શુદ્ધ જળ અર્પણ કર્યા બાદ ફૂલોથી પુષ્પાંજલિ અર્પી હતી અને બે હાથ જોડી નમન કર્યા હતા.
એકતા નગરમાં ભવ્ય 'એકતા પરેડ'નું આયોજન
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે એકતા નગરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર 'એકતા પરેડ' યોજાઈ હતી, જે દિલ્હીની પરેડની જેમ ભવ્ય હતી.
સશસ્ત્ર દળોની માર્ચ: આ પરેડમાં દેશની સેનાના ત્રણેય દળો (આર્મી, નેવી અને એરફોર્સ) દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી, જેમાં પ્રથમવાર સશસ્ત્ર દળોના ટેબ્લો રજૂ કરાયા હતા.
- સાંસ્કૃતિક ટેબ્લો: 10 રાજ્યોની વિશેષતા અને સિદ્ધિઓ દર્શાવતા ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
- PM મોદીનું સંબોધન: PM મોદીએ પરેડ નિહાળ્યા બાદ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને 'આરંભ પ્રોગ્રામ'માં પણ હાજરી આપી હતી.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ વર્ષે સરદાર પટેલની 150મી જન્મજયંતિને ધ્યાનમાં રાખીને 1 થી 15 નવેમ્બર દરમિયાન ભારત પર્વ 2025 પણ એકતા નગર ખાતે જ ઉજવવામાં આવશે.
ગઈકાલે ઈ-બસોનું કરાયું લોકાર્પણ
ગુજરાત મુલાકાતના બીજા દિવસે PM મોદીએ ગઈકાલે (30 ઓક્ટોબર) રૂ. 30 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી 25 નવી ઈ-બસોનું લોકાર્પણ કરીને ફ્લેગ ઓફ આપ્યું હતું, જે પર્યાવરણને અનુકૂળ ગતિશીલતા તરફની હરિત પહેલ દર્શાવે છે.
રાષ્ટ્રીય એકતા દિવસ ભારતના મહાન સ્વતંત્રતા સેનાની અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના દેશના એકીકરણમાં આપેલા મહત્ત્વપૂર્ણ યોગદાનને સમર્પિત છે.












Click it and Unblock the Notifications
