For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022' ના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતની મુલાકાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલે ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

|
Google Oneindia Gujarati News

'ડિજિટલ ઈન્ડિયા વીક 2022' ના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતની મુલાકાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ તથા અન્ય મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન રાજભવન, ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતનારાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

"ડિજિટલ ઇન્ડિયા વીક" 2022 નો શુભારંભ કરાવશે વડાપ્રધાન મોદી

ઉલ્લેખનીય છે કે, અત્યાધુનિક ડિજિટલ સેવાઓને દેશના નાગરિકોને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકારનું વધુ એક નક્કરકદમ ભાગ રૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ "ડિજિટલ ઇન્ડિયા વીક" 2022 નો દેશ વ્યાપી શુભારંભ કરાવવા માટે ગુજરાતમાં પધાર્યાછે. વડાપ્રધાનના ગાંધીનગર પ્રવાસને લઇને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે થશે વિવિધ પહેલનું લોન્ચિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે થશે વિવિધ પહેલનું લોન્ચિંગ

ગુજરાતના મહાત્મા મંદિર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્ય મંત્રીરાજીવ ચંદ્રશેખરની પણ હાજર રહેશે 'ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ', 'માય સ્કીમ', 'મેરી પહેચાન', 'ડિજિટલ ઇન્ડિયા ભાષિની', 'ડિજિટલ ઇન્ડિયાજેનિસિસ', 'ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ' તથા 'કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક' જેવી ડિજિટલ પહેલનું લોન્ચિંગ વડાપ્રધાન નરેન્દ્રમોદીના વરદ હસ્તે કરવામાં આવશે.

ડિજિટલ સોલ્યુશન્સનું પ્રદર્શન મૂકવામાં આવશે

ડિજિટલ સોલ્યુશન્સનું પ્રદર્શન મૂકવામાં આવશે

200થી વધુ સ્ટોલ સાથેના ડિજિટલ મેળામાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સનું પ્રદર્શન મૂકવામાં આવશે.ટેકનોલોજીના વિવિધ પ્લેટફોર્મ થકી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનું તકનીકી કૌશલ્ય વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે.

English summary
PM Modi's grand reception at Ahmedabad airport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X