Blackbuck Video: પીએમ મોદીએ એકસાથે 3000 કાળા હરણોવાળો ગુજરાતના આ અભ્યારણ્યનો વીડિયો શેર કરીને કહી આ વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં હજારો કાળા હરણોના ઝુંડનો એક અદભૂત નઝારો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં હજારો કાળા હરણોના ઝુંડનો એક અદભૂત નઝારો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં એક-બે નહિ પરંતુ એકસાથે ત્રણ હજાર કાળા હરણો દેખાઈ રહ્યા છે. ગુજરાત માહિતી ખાતાએ શેર કરેલો આ વીડિયો પ્રધાનમંત્રી મોદીને એટલો ગમી ગયો કે એને તેમણે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર રી-ટ્વિટ કર્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે હજારો કાળા હરણો એક સાથે રસ્તો ક્રોસ કરીને એક તરફથી બીજી તરફ જઈ રહ્યા છે.

આ વીડિયો ગુજરાતના વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કનો છે. આ વીડિયોને અત્યાર સુધી 715.1K વ્યુઝ મળી ચૂક્યા છે. પીએમ મોદીએ આ વીડિયો રી-ટ્વિટ કરીને લખ્યુ કે, 'ઉત્કૃષ્ટ'. તમને જણાવી દઈએ કે આ વીડિયો ભાવનગર જિલ્લાના વેરાવળદર બ્લેકબક નેશનલ પાર્કનો છે. કાળિયાર એટલે કે કાળા હરણો સંરક્ષિત જાનવરોની શ્રેણીમાં આવે છે અને તેમનો શિકાર કરવો ગેરકાયદે માનવામાં આવે છે. 1972થી વન્યજીવ અધિનિયમ હેઠળ તેમના શિકાર પર પ્રતિબંધ છે.
એક વાર ભારતીય ઉપમહાદ્વીપમાં વ્યાપક રીતે શિકાર, જંગલોની કાપણી અને આવાસ સંરક્ષણના કારણે તેમની સંખ્યામાં ઘટાડા બાદ તે હવે લુપ્ત પ્રજાતિઓની યાદીમાં આવી ગયા છે. વેળાવદર નેશનલ પાર્ક ભાવનગરની ઉત્તરે એક કલાકના અંતરે પોતાની બ્લેકબક વસ્તી માટે જાણીતુ છે. દક્ષિણે ખંભાતના અખાતના તટે સ્થિત આ અભયારણ્ય 34 કિલોમીટર વર્ગ વિસ્તારમાં ફેલાયેલુ છે. બ્લેકબક્સ ઉપરાંત આ પાર્કમાં મોટી સંખ્યામાં પક્ષીઓ અને પ્રાણીઓની પ્રજાતિઓ છે.
Excellent! https://t.co/9xxNLllQtP
— Narendra Modi (@narendramodi) July 28, 2021












Click it and Unblock the Notifications
