પીએમ મોદીનો આજે જન્મદિવસ, માના આશીર્વાદ લીધા બાદ પહોંચશે સરદાર સરોવર ડેમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 69 વર્ષના થઈ ગયા છે. તે પોતાનો જન્મદિવસ ગુજરાતમાં મનાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 69 વર્ષના થઈ ગયા છે. તે પોતાનો જન્મદિવસ ગુજરાતમાં મનાવશે. પ્રધાનમંત્રી મોદી પોતાની મા સાથે મુલાકાત કરવા માટે ઘરે જશે જ્યાં તે પોતાની મા હીરાબેનના આશીર્વાદ લેવા જશે કે જે ગુજરાતના ગાંધીનગરમાં રહે છે. માનવામાં આવી રહ્યુ છે કે પ્રધાનમંત્રી આજે સવારે પોતાની મા સાથે મુલાકાત બાદ ગાંધીનગર સ્થિત રાજભવન જશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના મા 98 વર્ષના છે અને પોતાના નાના દીકરા પંકજ મોદી સાથે રાયસીન ગામમાં રહે છે.

પ્રધાનમંત્રી માના આશીર્વાદ લીધા બાદ ગાંધીનગર જશે અને ત્યાં તે ઘણા કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમ પણ જશે. તમને જણાવી દઈએ કે અહીં સ્ટેચ્યુ ઑફ યુનિટીનુ ગયા વર્ષે પીએમ મોદીએ 31 ઓક્ટોબરના રોજ ઉદઘાટન કર્યુ હતુ. માનવામાં આવી રહ્યુ છે કે પોતાના પ્રવાસ પર પીએમ મોદીએ મા નર્મદાનું પૂજન કરશે અને સરદાર સરોવર ડેમના કંટ્રોલ રૂમમાં પણ જશે. ગુરુશ્વેર ગામમાં સ્થિત દત્તાત્રેય મંદિરમાં દર્શન બાદ પીએમ મોદી કેવડિયામાં લોકોને સંબોધિત પણ કરશે કે જે અમદાવાદથી લગભગ 200 કિલોમીટર દૂર છે.
પ્રધાનમંત્રી મોદી નર્મદા ડેમનો એવા સમયે પ્રવાસ કરી રહ્યા છે જ્યારે તેનુ જળસ્તર પોતાના મહત્તમ સ્તર 138.68 મીટર સુધી પહોંચી ગયુ છે. આ દરમિયાન પીએમ મોદી નમામિ નર્મદા મહોત્સવની પણ શરૂઆત કરશે. તમન જણાવી દઈએ કે આ સરદાર સરોવર ડેમનું નિર્માણ 131 અર્બન સેન્ટરના 9633 ગ્રામીણોને પીવાનુ પાણી આપવાના હેતુથી કરવામાં આવ્યુ છે. આની મદદથી 18.54 હેક્ટર ખેતરોને સિંચાઈ માટે પાણી મળશે કે જે 15 જિલ્લાના 3112 ગામો સુધી પહોંચશે.












Click it and Unblock the Notifications
