ગુજરાતના પ્રવાસે પીએમ મોદી, અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત કરાયુ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોચ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોચ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

આ અવસરે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર કિરીટભાઈ પરમાર, મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અહીં તમને જણાવી દઈએ કે પીએમ મોદી હમણા હમણા ચૌથી વખત ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદી ઘણી બઘી યોજનાનું લોકાર્પણ અને ભુમિપુજન કરશે. પીએમ મોદી પાવાગઢ કાલિકા મંદિરે ધ્વજારોહણ પણ કરશે.












Click it and Unblock the Notifications
