વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાતીની મુલાકાતે, જાણો કાર્યક્રમ

Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તારીખ 7 માર્ચ 2017થી પીએમના આ ગુજરાત પ્રવાસની શરૂઆત થશે. સૌ પ્રથમ તે મંગળવારે તે દહેજ ખાતે આવેલા ઓપેલ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે, પછી નર્મદા નદી પર ભારતના સૌથી મોટા કેબલ બ્રીજનું લોકાર્પણ કરશે. જે બાદ મંગળવાર સાંજે કૃષિ યુનિવર્સીર્ટી મેદાન ખાતે જન સભાને સંબોધશે. અને રાત્રે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા આયોજિત રાત્રીભોજમાં ભાગ લેશે. તથા ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

modi

તો બીજા દિવસે એટલે કે 8 માર્ચે સવારે પીએમ મોદી સોમનાથ મંદિરે દર્શન કરશે અને બપોરે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મહિલા સરપંચોને સંબોધશે. નોંધનીય છે કે વડાપ્રધાનના આ ગુજરાત પ્રવાસમાં વિરોધ થવાની શક્યતઓ પણ વધુ છે. મોદી જે નર્મદા કેબલ બ્રીજનું ઉદ્ઘાટન કરવાના છે તે માટે ભીલીસ્તાન સેનાની માંગણી છે કે આ બ્રીજનું નામ બાબા સાહેબ આંબેડકર કેબલ બ્રીજ કરવામાં આવે. જો બ્રીજનું નામ આ મુજબ નહિ આપવામાં આવશે તો તેમણે વિરોધ કરવાની ચીમકી આપી છે. બીજી બાજુ આંગણવાડી બહેનો દ્વારા તેમની પડતર માંગણીઓ લઇ વિરોધ કરવાના છે.

English summary
PM Narendra Modi will start his Gujrat visit on 7th March 2017. Read here, his two days Gujarat visit programme details
Please Wait while comments are loading...