For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાત સરકારની 11 યોજનાઓ 'સ્વાવલંબન અભિયાન' હેઠળ લોન્ચ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 17 સપ્ટેમ્બર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતના બીજા દિવસે આજે તેમણે ગુજરાત સરકારની 11 યોજનાઓનો શુભારંભ કરાવ્યો છે. આ તમામ 11 પ્રજાલક્ષી સ્વાવલંબન યોજના 'સ્વાવલંબન અભિયાન' હેઠળ રજૂ કરવામાં આવી છે.

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલી, ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને અન્ય પ્રધાનો, ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ સહિતની વ્યક્તિઓ ઉપસ્થિત રહી હતી.

નરેન્દ્ર મોદીએ લોન્ચ કરેલી યોજનાઓ કઇ છે અને તેમાં કેટલી સહાય આપવામાં આવી છે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

દૂધાળા પશુ સહાય

દૂધાળા પશુ સહાય


આદિવાસી મહિલા પશુપાલકોને દૂધાળા પશુ સહાય આપી મહિલાઓનું સ્વાવલંબન કરાશે. જે અંતર્ગત રૂપિયા 54,400ની યુનિટ કોસ્ટ સહાય અપાશે. આ ઉપરાંત આદિવાસી મહિલાઓને રૂપિયા 32,400ની આર્થિક સહાય અપાશે. દૂધ મંડળીઓને રાજ્ય સરકારની આર્થિક સહાય મળશે.

સાધન સહાય

સાધન સહાય


મહિલા દૂધ મંડળી સભાસદને સાધન સહાય અપાશે. જે અંતર્ગત ચાફ કટર ખરીદવા રૂપિયા 15,000ની સહાય અપાશે. મિલ્કિંગ મશીન ખરીદવા માટે રૂપિયા 33,750ની સહાય અપાશે.

દૂધઘર સહાય

દૂધઘર સહાય


મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દૂધઘર સહાય આપવામાં આવશે. ઓટોમેટિક મિલ્ક કલેક્ટિંગ સિસ્ટમ, ફેડ રીડર જેવા આધુનિક સાધનો ખરીદી શકશે. દૂધમંડળીઓની વર્તમાન સંખ્યા ભવિષ્યમાં બમણી કરવા માટે ગુજરાત સરકાર આપશે 300 ચોરસવાર જમીન માત્ર એક રૂપિયાના ભાડા પટ્ટે. દૂધઘર બાંધવા માટે રૂપિયા 5 લાખ સુધીની સહાય પણ અપાશે.

મા વાત્સલ્ય યોજના

મા વાત્સલ્ય યોજના


ગુજરાતની મહિલાઓના સ્વાસ્થને સુધારવા માટે 1.20 લાખથી ઓથી આવક ધરાવતી મહિલાઓને મળશે ઇલાજ માટે આર્થિક સહાય. આ માટે રૂપિયા 2 લાખની વાર્ષિક મર્યાદા રહેશે.

બાંધકામ શ્રમિક આરોગ્ય સહાય યોજના

બાંધકામ શ્રમિક આરોગ્ય સહાય યોજના


શ્રમિકોના સ્વાવલંબન માટે બાંધકામ શ્રમિક આરોગ્ય સહાય યોજના અંતર્ગત બિમારીના સમયે અથવા ઇજાના સમયે રૂપિયા 3 લાખ સુધીની સહાય અપાશે.

શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના

શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના


બાંધકામ શ્રમિકોને રહેવા માટે શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના અમલી બનશે. જે અંતર્ગત બંધકામ શ્રમિકોને આવાસ માટે રૂપિયા 1.60 લાખ સુધીની સહાય કરવામાં આવશે.

ગોદામ વ્યાજ સહાય યોજના

ગોદામ વ્યાજ સહાય યોજના


ખેડૂતોના સ્વાવલંબન માટે ખેડૂતોના ખેતરમાં જ ગોદામ બનાવવા માટે વ્યાજ સહાય યોજના રજૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગોદામ બનાવવા માટે લોન પર 6 ટકા સુધીની વ્યાજ રાહત આપવામાં આવશે.

કારીગર વ્યાજ સહાય યોજના

કારીગર વ્યાજ સહાય યોજના


હસ્તકલા કારીગરોનું સ્વાવલંબન જાળવવા માટે દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના બની છે. જેમાં હાથશાળ અને હસ્તકલાના કુટિર ઉદ્યોગ કારીગરોને ધંધાના વિકાસ માટે રૂપિયા 1 લાખ સુધી ધિરાણની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત 7 ટકાની વ્યાજ સહાય આપવામાં આવશે.

તાલીમાર્થીઓને ટેબલેટ

તાલીમાર્થીઓને ટેબલેટ


યુવાનોના સ્વાવલંબન માટે આઇટીઆઇના તાલીમાર્થીઓને ટેબલેટ આપવાની યોજના અમલી બની છે. જેમાં તાલીમાર્થીઓને ટેબલેટ આપવામાં આવશે.

યુવા સાહસિકતા યોજના

યુવા સાહસિકતા યોજના


પંડિત દીનદયાળ ઉપાધ્યાય યુવા સાહસિકતા યોજના હેઠળ તાલીમ પૂરી કર્યા બાદ યુવાનેને ઉદ્યોગ સ્થાપવા મળશે 7 ટકાની વ્યાજ સહાય.

ઇમ્પેક્સ બી

ઇમ્પેક્સ બી


એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એક્સ્ટેન્શન બ્યુરો (ઇમ્પેક્સ બી)માં ભરતી મેળાઓનું આયોજન કરવા ઉપરાંય સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સ્વરોજગાર માટેના કરિયર કોર્સીસ માટે માર્ગદર્શન, પ્લેસમેન્ટ અને રોજગાર મેળવવાની તકો આપવામાં આવશે.

English summary
PM Narendra Modi launched 11 Gujarat Government schemes under 'Swavalamban Abhiyan' at Mahatma Mandir, Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X