For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019 માં મોટી જીતની તૈયારીમાં ભાજપ, વડોદરાથી લોકસભા ચૂંટણી લડી શકે છે પીએમ મોદી

લોકસભા ચૂંટણી 2019 માટેના તાણાવાણા ગૂંથાઈ રહ્યા છે. બધા પક્ષોની જેમ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી પણ આગામી લોકસભા ચૂંટણીની તૈયારીના માટે મનોમંથનમાં લાગેલી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 માટેના તાણાવાણા ગૂંથાઈ રહ્યા છે. બધા પક્ષોની જેમ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી પણ આગામી લોકસભા ચૂંટણીની તૈયારીના માટે મનોમંથનમાં લાગેલી છે. ભાજપે હાલમાં જ 4 રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીના પગલે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી હતી જ્યાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો. આ દરમિયાન પીએમ મોદીના ચૂંટણી લડવા સંબંધિત એક સમાચાર આવ્યા છે.

વડોદરા સીટ અંગે ચર્ચા

વડોદરા સીટ અંગે ચર્ચા

સૂત્રો અનુસાર પીએમ મોદી વડોદરાની બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી શકે છે. વર્ષ 2014 માં તેમણે આ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને મોટી જીત મેળવી હતી. પીએમ મોદીએ વારાણસીથી ધારાસભ્ય બની રહેવાનો નિર્ણય કરીને વડોદરાની બેઠક છોડી દીધી હતી જ્યાં બાદમાં ભાજપના ઉમેદવાર ધનંજય ભટ્ટે ચૂંટણી જીતી હતી.

આ પણ વાંચોઃ દિગ્વિજય સિંહના ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદનું અનામત અંગે મોટુ નિવેદનઆ પણ વાંચોઃ દિગ્વિજય સિંહના ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદનું અનામત અંગે મોટુ નિવેદન

ભાજપને મોટી જીતની આશા

ભાજપને મોટી જીતની આશા

પક્ષના સૂત્રો અનુસાર ભાજપના પ્રમુખ નેતાઓએ વડોદરાની લોકસભા બેઠક સુરક્ષિત રાખી છે અને એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદી આ બેઠકથી ચૂંટણી લડી શકે છે. એક ભાજપ નેતાએ નામ ન છાપવાની શરતે કહ્યુ કે વડોદરાથી પીએમ મોદીને ભાવનાત્મક લગાવ છે અને તેઓ 2019મા અહીંથી મોટી જીત મેળવશે. ભાજપ નેતાએ એમ પણ કહ્યુ કે આ બેઠકથી ચૂંટણી લડવા માટે કેટલાક નેતાઓ મોબિલાઈઝેશનનો સહારો લઈ રહ્યા છે.

વડોદરાની બેઠક સુરક્ષિત રખાઈ

વડોદરાની બેઠક સુરક્ષિત રખાઈ

ભાજપના સ્થાનિક નેતાઓમાં ટિકિટ મેળવવાની હોડ લાગી છે અને તેઓ પોતપોતાની રીતે આ સીટ પર ઉમેદવારીની પુષ્ટિ કરવાની કોશિશમાં છે. સૂત્રો અનુસાર તે નેતાઓને જણાવી દેવામાં આવ્યુ છે કે વડોદરાની બેઠક સુરક્ષિત રાખવામાં આવી છે અને આ કારણે જ ચર્ચા વધુ ગરમાઈ છે પીએમ મોદી ફરીથી એક વાર આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

આ પણ વાંચોઃ પતિ અતહર સાથે તાજમહેલ જોવા પહોંચી આઈએએસ ટીના ડાબીઆ પણ વાંચોઃ પતિ અતહર સાથે તાજમહેલ જોવા પહોંચી આઈએએસ ટીના ડાબી

English summary
pm narendra modi may contest from vadodara seat in 2109 lok sabha elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X