જાણો, પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આખો કાર્યક્રમ અહીં

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના ઉપક્રમે 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસ પર છે. આજે એટલે 9મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે સૌથી પહેલા અમદાવાદ એરપોર્ટ પર આવશે. જ્યાંથી તેઓ સાયન્સ સીટી નોબલ પ્રાઇઝ એક્ઝિબીશનની મુલાકાત લઇ તેનું ઉદ્ધાટન કરશે.

Read also: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017 Vs વિરોધનું વાંવટોળ

જે બાદ તે ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં હાજરી આપશે. નોંધનીય છે કે વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી બે દિવસની ગુજરાતની મુલાકાત છે. વળી 2017ની વિધાનસભાની ચૂંટણીને જોતા પણ વડાપ્રધાને તેમની ગુજરાતની મુલાકાતો વધારી છે. ત્યારે વડાપ્રધાનનો આ બે દિવસ દરમિયાન શું કાર્યક્રમ છે વિગતવાર જાણો અહીં.

સોમવારે બપોરથી PM ગુજરાતમાં

સોમવારે બપોરથી PM ગુજરાતમાં

નોંધનીય છે કે આજે બપોરે 2 વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાં તેમનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગવર્નર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જ્યાંથી તેઓ ગાંધીનગર ખાતે જવા ઉપડશે.

સોમવારનો કાર્યક્રમ

સોમવારનો કાર્યક્રમ

સોમવારે સાંજે 4 વાગે પીએમ મોદી ગાંધીનગર ખાતે 250 કરોડના ખર્ચે તૈયાર થનારા ગાંધીનગર રેલ્વ સ્ટેશન રિ ડેવલપમેન્ટ કાર્યક્રમનું ખાતમૂહર્ત કરશે. તે પછી તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો અને એક્ઝિબિશનનું ઉદ્ધાટન કરશે. તે પછી સાંજે બીએસઇ કાર્યલયના ઉદ્ઘાટન માટે જશે. અને સાથે જ સાંજે 7 વાગે અમદાવાદના સાયન્સ સિટી ખાતે નોબેલ પ્રાઇઝ સિરીઝ એક્ઝિબિશનને ઉદ્ધાટન કરશે.

10 જાન્યુઆરીનો કાર્યક્રમ

10 જાન્યુઆરીનો કાર્યક્રમ

મંગળવારે સવારે વડાપ્રધાન નોબેલ ડાયલોગ કાર્યક્રમમાં હાજરી આપશે. તે પછી બપોર બાદ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ કરવામાં આવશે. સાંજે મોદી વિવિધ દેશોથી આવેલા ટોચના બિઝનેસમેન અને સીઇઓ સાથે એક કોન્ફરન્સ યોજશે. જે બાદ મહાત્મા મંદિર ખાતે ડિનર કરી રાતે 10 વાગ્યાની આસપાસ દિલ્હી જવા રવાના થશે.

સુરક્ષા

સુરક્ષા

નોંધનીય છે કે ગાંધીનગરમાં હાલ વડાપ્રધાન મોદી સમેત અનેક દેશોના પ્રતિનિધિ અને જાણીતી કંપનીના ટોચના સીઇઓ હાજરી આપવાના છે. ત્યારે સુરક્ષાની કોઇ પણ ચૂક ના રહી જાય તે માટે રાજ્ય સરકાર તરફથી બનતા પ્રયાસો કરવામાં આવ્યા છે.

English summary
Vibrant Gujarat Global summit 2017 : PM Narendra Modi on Gujarat visit for 2 days. Read here his whole programme.
Please Wait while comments are loading...