નવસારી પહોંચ્યા પીએમ મોદી, દિવ્યાંગો સાથે કરી વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસના અંતિમ ચરણમાં હાલ નવસારી પહોંચ્યા છે. નવસારીમાં પીએમ મોદીએ દિવ્યાંગોને સહાયક કીટ અર્પી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમેત કેન્દ્રિય મંત્રી પુરષોત્તમ રૂપાલા અને રાજ્યપાલ ઓ.પી.કહોલી પણ હાજર રહ્યા હતા. તથા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11,223 હજાર જેટલા દિવ્યાંગોને ભેટ આપીને એક અનોખો વિક્રમ સર્જશે.
ત્યારે મોદીના આ કાર્યક્રમની તસવીરો જુઓ અહીં...

વડાપ્રધાનનું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નવસારી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો 67માં જન્મદિવસ ખાસ દિવ્યાંગો સાથે વીતાવવાનું નક્કી કર્યું હતું.

મોદી નવસારીમાં
આ પ્રસંગ પીએમ મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમેત કેન્દ્રિય મંત્રી પુરષોત્તમ રૂપાલા અને રાજ્યપાલ ઓ.પી.કહોલી પણ હાજર રહ્યા હતા. તથા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પણ હાજર રહ્યા હતા.

મોદીએ દિવ્યાંગો સાથે કરી વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11,223 હજાર જેટલા દિવ્યાંગોને સહાયક કીટ આપશે. અને 1000 જેટલા બધિર બાળકોને કાનના મશીનની સહાય આપશે.

બાળકો સાથે મોદી
ત્યારે આ પ્રસંગે મોદી અનેક દિવ્યાંગ બાળકોને મળ્યા હતા. અને તેમની સાથે વાતચીત પણ કરી હતી. અને બાળકો સાથે મોદીએ કેટલાક ખાસ પળો વ્યક્ત કર્યા હતા. વધુમાં એક નાનકડી બાળકીને મોદીએ તેડીને માઇકમાં તેની વાત કહેવાની મદદ કરી હતી.

રાતે પરત ફરશે મોદી
ત્યારે સાંજે 5:30 વાગ્યાની આસપાસ પીએમ નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થશે.












Click it and Unblock the Notifications
