For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી એશિયાના સૌથી લાંબા રોપ-વેનુ કરશે લોંચિંગ, CM રૂપાણી ખુદ જશે ગિરનારથી અંબાજી

ગુજરાતમાં એશિયાના સૌથી લાંબા રોપ-વેનુ 24 ઓક્ટોબરે ઉદ્ઘાટન થશે.

|
Google Oneindia Gujarati News

અંબાજીઃ ગુજરાતમાં એશિયાના સૌથી લાંબા રોપ-વેનુ 24 ઓક્ટોબરે ઉદ્ઘાટન થશે. આ પ્રોજેક્ટ હેઠળ ગિરનાર પર્વતની તલેટીથી વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિર સુધી સિગ્નલ કેબલ વર્ક ઈન્સ્ટૉલેશન થઈ રહ્યુ છે. થોડા દિવસમાં આ કામ પૂરુ થઈ જશે. ત્યારબાદ ગિરનારની તલેટીથી અંબાજી સુધીનુ અંતર માત્ર 7.5 મિનિટમાં જ કાપી શકાશે. મંદિર સુધી પહોંચવા માટે લોકોને 9999 સીડીઓ ચડવી નહિ પડે અને ઉંચાઈથી લોકો ગિરનારની સુંદરતાની મઝા પણ લઈ શકશે.

પ્રધાનમંત્રી મોદી કરશે રોપ-વે પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી મોદી કરશે રોપ-વે પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન

માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 24 ઓક્ટોબરે ગિરનાર રોપ-વેનુ ઈ-લોંચિગ કરશે. પ્રશાસન આના લોકાર્પણ માટે જોરશોરથી તૈયારી કરી રહ્યુ છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ ગિરનાર રોપ-વે થઈને અંબાજી મંદિર જશે. જિલ્લાના કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ જણાવ્યુ કે, 'રોપ-વેના ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી જ સૌથી પહેલા રોપ-વેમાં સવાર થઈને અંબાજી મંદિરમાં માતાના દર્શન કરશે. આ દરમિયાન તે રાજ્યના વિકાસ, લોકોના આરોગ્ય, સુખ અને શાંતિની કામના કરશે.'

દિનકર યોજનાનુ પણ લોકાર્પણ થશે

દિનકર યોજનાનુ પણ લોકાર્પણ થશે

રોપ-વે પ્રોજેક્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પર્યટન મંત્રી જવાહર ચાવડા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, પ્રભારી મંત્રી જયેશ રાદડિયા, યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન તેમજ મંત્રી વિભાવરી દવે સહિત અન્ય ગણમાન્ય લોકોના હાજર રહેવાની વાત પણ કહેવામાં આવી રહી છે. કાર્યક્રમ વિશે ડીઆઈજી મનિન્દર સિંહ પવારના નિર્દેશનમાં એસ પી રવિ તેજા વાસલ શેરટી તૈયારીમાં જોડાયા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે રોપ-વેની ઈ-લૉંચિંગ ઉપરાંત નરેન્દ્ર મોદી આ દિવસે દિનકર યોજનાનુ પણ લોકાર્પણ કરશે.

અંબાજી પહોંચવા માટે અત્યારે ચડવી પડે છે 9999 સીડીઓ

અંબાજી પહોંચવા માટે અત્યારે ચડવી પડે છે 9999 સીડીઓ

અંબાજીનુ દેવસ્થાન દેશના 51 શક્તિપીઠમાંનુ એક છે. ગિરનારની પહાડીથી અંબાજીના મંદિરનુ અંતર 900 મીટર છે. અત્યારે અંબાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓને પહાડીનો ઉંચો-નીચો ઘુમાવદાર રસ્તો કાપવો પડે છે. જેમાં પણ લગભગ 10 હજાર સીડીઓ છે. રોપ-વે બનવાથી આ ઘણુ સુવિધાજનક થઈ જશે.

સી-પ્લેન બાદ અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની પણ લઈ શકશો મઝાસી-પ્લેન બાદ અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની પણ લઈ શકશો મઝા

English summary
PM Narendra Modi will E-launch Asia's longest Girnar ropeway project on Oct 24, 2020.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X