For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે. જેમા તેમના દ્વારા વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવશે. ૧૦ મી જૂને નવસારી ખાતે નવીન સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું ભૂમિપ

|
Google Oneindia Gujarati News

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે. જેમા તેમના દ્વારા વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવશે. ૧૦ મી જૂને નવસારી ખાતે નવીન સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું ભૂમિપૂજન કરાશે.નરેન્દ્રભાઇ મોદી દ્વારા નવસારી ખાતે રૂ. ૩૦૫૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ,ખાતમૂહુર્ત અને ભૂમિપુજન કરવામાં આવશે.

NARENDRA Modi

રૂ. ૫૪૨.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી નવીન મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ અને ડિજીટલ સેવાઓથી સજ્જ હશે. રાજ્યમાં નવસારી, નર્મદા, પંચમહાલ, મોરબી અને પોરબંદર ખાતે ગણતરીના દિવસોમાં રૂ.૨૨૫૦ કરોડના ખર્ચે નવીન સરકારી મેડિકલ કૉલેજ નિર્માણ પામશે. પ્રત્યેક મેડિકલ કૉલેજ દીઠ ૧૦૦ સીટ ઉપલબ્ધ બનશે.

નવસારી મેડિકલ કૉલેજમાં ૬૬૦ કેપેસીટીની અલાયદી બોય્સ અને ગર્લ્સ હોસ્ટેલ બનાવામાં આવશે. ઓડિયો-વીડિયો ડિજીટલ સેવાઓથી સજ્જ લેક્ચર થીયેટર્સ પણ બનવામાં આવ્યા છે. સ્કીલ લેબોરેટરી, મલ્ટીપર્પસ હોલ, વિવિધ સ્પોર્ટસ સુવિધાઓ, અલાયદા ચાઇલ્ડ કેર સેન્ટર, સ્ટુડન્ટસ કાઉન્સીલની સેવાઓ પણ આપવામાં આવશે.

પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂ. ૩૦૫૦ કરોડના વિકાસ કાર્યોમાં અંદાજીત ૯૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, ૬૫૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને અંદાજીત ૧૫૦૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્રભાઇના હસ્તે કરવામાં આવશે.

અંદાજીત ૧.૫૦ લાખ સ્કેવર મીટર વિસ્તારમાં સમગ્ર કેમ્પસ નિર્માણ પામશે. જેમાં ૨૩ હજાર સ્કેવર મીટરમાં મેડિકલ કૉલેજ જ્યારે ૬૫ હજાર સ્કેવર મીટર વિસ્તારમાં હોસ્પિટલ કેમ્પસ કાર્યરત થનાર છે.

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થનારી મેડિકલ કૉલેજમાં ૪ લેક્ચર થીયેટર હશે. જે ઓડિયો-વીડિયો ડિજીટલ સેવાઓથી સજ્જ હશે. જેમાં રૂઢિગત પ્રણાલી ઉપરાંત ડિજીટલ શિક્ષણ મેળવવામાં સરળતા રહશે. સ્કીલ લેબોરેટરીના પરિણામે સ્ટુડન્ટસની સંશોધન ક્ષેત્રની પ્રવૃતિઓને વેગ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૨ પહેલા ગુજરાતમાં ફક્ત ૮ મેડિકલ કૉલેજ હતી. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી ઘડતરનું સ્વપ્ન સેવતા વિદ્યાર્થીઓને ગુજરાત અને દેશબહાર શિક્ષણાર્થે જવું પડતુ. નરેન્દ્રભાઇની દિર્ધદ્રષ્ટિ અને સક્ષમ નેતૃત્વના પરિણામ સ્વરૂપ આજે ગુજરાતમાં ૩૧ જેટલી સરકારી અને ખાનગી મેડિકલ કૉલેજ કાર્યરત બની છે.

રાજ્યના દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનવામાં કટિબધ છે. જેના પરિણામ સ્વરૂપ આ વર્ષે સમગ્ર રાજ્યમાં નવસારી, રાજપીપળા(નર્મદા), ગોધરા(પંચમહાલ), મોરબી અને પોરબંદર ખાતે નવીન મેડિકલ કૉલેજ ટૂંક સમયમાં નિર્માણ પામનાર છે. જેમાં પ્રત્યેક કૉલેજ દીઠ ૧૦૦ બેઠકની ફાળવણી કરવામાં આવશે. જે માટે અંદાજીત રૂ.૨૨૫૦ કરોડનું આયોજન હાથ ધરાયું છે.

English summary
PM to inaugurate medical college and hospital in Navsari
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X