ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ સોશિયલ ડિસ્ટન્સ, લોક ડાઉન અસરકારક

ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ સોશિયલ ડિસ્ટન્સ, લોક ડાઉન અસરકારક

ગાંધીનગર શહેર સહિત જિલ્લાના ગામડાઓમાં પણ લોકડાઉન અમલીકરણ અસરકારક જોવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં નોવેલ કોરોના વાયરસની બિમારી અંગેનો ભય કે જાગૃત્તિ જે હોય, તેમ છતાં શહેર કરતાં પણ ખૂબ જાગૃત્તા સાથે ગ્રામજનો લોક ડાઉનની અમલવારી કરી રહ્યાં છે. નોવેલ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં તા. ૨૪મી માર્ચથી લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. લોક ડાઉન અંગેની સમજ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિસ્તૃત રીતે સમજ આપી ગામના સરપંચ, તલાટી અને અન્ય અગ્રણીઓના સહકાર લઇ ગ્રામજનોને જાગૃત કર્યા હતા. આજે દેશ અને પોતાના ગામને આ મહાબિમારીથી બચાવવા માટે ધણી સારી રીતે ગાંધીનગર જિલ્લાના ગામડાઓમાં લોક ડાઉનની અમલવારી થઇ રહી છે.

દૂધમંડળીમાં પણ જોવા મળે છે સોશિઅલ ડિસ્ટન્સ

દૂધમંડળીમાં પણ જોવા મળે છે સોશિઅલ ડિસ્ટન્સ

સવારના સમયે પોતાના પશુઓને ઘાસચારો નાખતાની સાથે જ સ્વચ્છતાની સાથે ગામની મહિલાઓ પોતાની દૈનિક પ્રવૃત્તિમાં જોડાઇ જાય છે. સવાર - સાંજ બંને ટાઇમ દૂધ મંડળીમાં દૂધ ભરાવવા માટે જતી મહિલાઓ અને પુરૂષો સુવ્યસ્થિતિ રીતે સોશિઅલ ડિસ્ટન્સ રાખી લોક ડાઉનની અલમવારી કરી રહ્યાં છે અને ક્રમનુસાર દૂધમંડળીમાં દૂધ ભરાવે છે.

ખેતરના કામમાં પણ રાખી રહ્યા છે સાવચેતી

ખેતરના કામમાં પણ રાખી રહ્યા છે સાવચેતી

નોવેલ કોરોના વાયરસથી ડરવાની નહિ, પણ માત્ર જાગૃત્તિની જરૂર છે, તે વાત સારી રીતે સમજી ચૂકેલા ગ્રામજનો પોતાની ખેતી પ્રવૃત્તિ પણ ખૂબ જ સારી રીતે કરી રહ્યાં છે. દરરોજ સવારના પશુઓનો ધાસ ચારો લેવા જઇ રહ્યાં છે. તે ઉપરાંત ઘઉંની સિઝન ચાલતી હોય ખેતરમાંથી ઘઉંને વાઢી ખળામાં લાવીને ઘઉંની બોરીઓ પણ સંક્રમણ ન થાય તે રીતે કામ કરીને ઘઉં લઇ રહ્યાં છે. તેની સાથે ગાંધીનગર જિલ્લામાં શાકભાજીની ખેતી સારી થતી હોવાથી ખેડૂતો પોતાના ખેતરમાં નિયમિત રીતે શાકભાજી લે છે. પોતે લીધેલા શાકભાજીનું વિતરણ દરેક તાલુકા મથકોના શાકભાજીના હોલસેલ માર્કેટમાં કરી રાબેતા મુજબના ભાવ મેળવી રહ્યા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં કરિયાણાની પણ નથી અછત

ગ્રામ્ય વિસ્તારોમાં કરિયાણાની પણ નથી અછત

સમગ્ર દિવસ દરમ્યાન ગ્રામકક્ષાએ દૂધ-દહી અને કરિયાણાની દુકાનો નિયમોનુસાર ખુલ્લી રહે છે. બપોરબાદ મોટા ભાગનું ગ્રામ્ય જીવન શાંત પડી જાય છે. સાંજ પડે ચોરે બેસતા લોકો પણ નજરે પડતા નથી. સૌ કોઇ પોતાની જાત અને ગામની ચિંતા કરે છે. અને કોરોનાને જાકારો આપવા ઘરમાંજ સુરક્ષિત રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X