શનિવારે થશે ગણેશ વિસર્જન, શહેરોમાં ગોઠવાશે પોલીસ બંદોબસ્ત

ganesh chaturthi
અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ છેલ્લા દસ દિવસથી ગુજરાતના અમદાવાદ શહેર સહિતના વિવિધ શહેરો અને ગામડાઓમાં બિરાજેલા ગજાનન ગણપતિને શનિવારે વિદાય આપવામાં આવશે. શનિવારે ગણેશ વિસર્જન હોય તમામ શહેરમાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ ગણેશભક્તોને પાણીમાં ઉંડે સુધી નહીં જવાની સુચના હરસાલની જેમ આ વર્ષે પણ આપવામાં આવી રહી છે.

અમદાવાદમાં નારણપુરા, ખાડિયા, લાલ દરવાજા, પાલડી, બાપુનગર, વાસણા, દરિયાપુર, ભાઇપુરા, આંબાવાડી, અમરાઇવાડી, મણિનગર, સાબરમતી સહિતના વિસ્તારોમાં ગણેશ સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતના વિવિધ શહેરો દસ દિવસથી ધાર્મિકમય વાતાવરણમાં ગરકાવ થઇ ગયા છે. શનિવારે જ્યારે ગણેશ વિસર્જન કરવામાં આવનાર હોય ગણેશભક્તો સાથે કોઇ અઘટિત ઘટના ના ઘટે તે માટે પોલીસ સ્ટાફ તથા ફાયરબ્રિગેડ જવાનોને આગતોરા તૈયાર રહેવા નિર્દેશ આપી દેવામાં આવ્યાં છે.

અમદાવાદમાં સાબરમતીમાં વિસર્જન કરવામાં આવતું હોય ભક્તોને ઉંડાણભર્યા પાણીમાં નહીં જવા પણ હરસાલની જેન અનુરોધ કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X