વડોદરા જિલ્લાના મહી કાંઠાના નીચાણવાળા ગામોમાં સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી
કડાણા ડેમમાં થી છોડવામાં આવેલા પાણીના વણાકબોરી આડબંધ ના માધ્યમ થી આગમનને પગલે મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લા વહીવટી તંત્રની સર્વ પ્રકારે સતર્કતા રાખવાની સૂચનાના અનુસંધાને સાવલીના પ્રાંત અધિકારીશ્રી દ્વારા ડેસર
કડાણા ડેમમાં થી છોડવામાં આવેલા પાણીના વણાકબોરી આડબંધ ના માધ્યમ થી આગમનને પગલે મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લા વહીવટી તંત્રની સર્વ પ્રકારે સતર્કતા રાખવાની સૂચનાના અનુસંધાને સાવલીના પ્રાંત અધિકારીશ્રી દ્વારા ડેસર તાલુકાના ગળતેશ્વર પૂલ ખાતે,વધતા જળ સ્તરને અનુલક્ષીને તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને લાંછનપુર ગામના નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નદી કાંઠે ન જવા સહિતની તકેદારીઓ પાળવા સાવધાન કરવામાં આવ્યા છે. હાલ ત્યાં સ્થળાંતર ની કોઈ જરૂર જણાઈ નથી.

જ્યારે વડોદરા તાલુકાના મામલતદાર અને પોલીસ તંત્રને સિંધરોટ તેમજ અન્ય નીચાણવાળા ગામોમાં તકેદારી અને સાવધાનીના જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
