આણંદઃ 22 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા

આણંદ, 26 નવેમ્બરઃ સુરતથી આવેલા બે ઇસમ રિક્ષામાં ગેસ પુરાવા માટે વિદ્યાનગર જતાં પોલીસે તેમને 22 કિલો ગાંજા સાથે ધરપકડ કરી હતી. નોંધનીય છેકે, આટલી મોટી માત્રામાં જથ્યો મળી આવ્યો હોવાની આ પ્રથમ ઘટના છે, પોલીસ હવે એ તપાસ કરી રહી છેકે સુરતથી આવેલા આ ઇસમો આણંદ જિલ્લામાં કોને ત્યાં આટલો મોટો જથ્થો પહોંચાડવા આવ્યા હતા.

arrested-anand
આ બનાવ અંગે પોલીસે જણાવ્યા પ્રમાણે સોમવારે મોડી સાંજે પોલીસ કર્મીઓ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન જીજે 5 પાસિંગ ધરવાતી રિક્ષા તેમને શંકાસ્પદ જણાઇ હતી. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરતા એક ઇસમ રિક્ષામાંથી ભાગવા લાગ્યો હતો, જેથી પોલીસની શંકા વધુ મજબુત બની હતી, પોલીસે ચાલક સહિત બેને ઝડપી પાડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરતા રિક્ષામાંથી બે થેલા મળી આવ્યા હતા, જેમાંથી નશીલો પદાર્થ મળી આવ્યો હતો, જેની તપાસ એફએસએલ અધિકારીઓ પાસે કરાવવામાં આવતા આ પદાર્થ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું.

જેની માત્રા 22 કિલો હોવાનુ અને તેની કિંમત 4.40 લાખ રૂપિયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સઘન પૂછપરછ કરતા તેઓ સુરતના કડોદરા ગામના હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ભાગી ગયેલો ઇસમ ઓરિસ્સાનો હોવાનું પકડાયેલા ઇસમે જણાવ્યું હતું. આ ત્રણેય ઇસમ વિરુદ્ધ નારકોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ નેટવર્ક કેટલું મોટું જે તે જાણવા પ્રયાસો આદર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X