નારાયણ સાંઇ ગુફામાં, આસારામ જેલમાં મનાવશે દિવાળી
અમદાવાદ, 27 ઓક્ટોબર: કિશોર સહિત ત્રણ મહિલાઓ સાથે યૌન શોષણના કેસમાં ફસાયેલા આસારામ બાપૂના સમર્થકો વારંવાર બૂમો પાડી રહ્યાં છે કે તેમના બાપૂ નિર્દોષ છે, પરંતુ સવાલ એ પેદા થાય છે કે જો ખરેખર નિર્દોષ છે, તો તેમના પુત્ર નારાયણ સાંઇ ફરાર કેમ છે. નારાયણ સાંઇને પકડવા માટે પોલીસ ઠેર ઠેર રેડ પાડી રહી છે. એવામાં લાગી રહ્યું છે કે આગામી દિવાળીનો તહેવાર નારાયણ સાંઇ કોઇ ગુફામાં સંતાઇને મનાવશે, જ્યારે તેમના પિતા જેલમાં જ મનાવશે.
બાતમીદારોના આધાર પર નારાયણ સાંઇના જે ઠેકાણાઓ પર પોલીસે રેડ પાડી તે સ્થળેથી દારૂની બોટલો તથા કેટલીક અન્ય વસ્તુઓ મળી આવી છે, જેથી લાગે છે કે નારાયણ સાંઇની ઐય્યાશી પણ ઓછી નથી. પોલીસે આ બધુ નારાયણ સાંઇના ખાસ સેવાદારના ઘરે રેડ દરમિયાન મળી હતી. પરંતુ પોલીસે અહીં પહોંચતાં પહેલાં જ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. સાચું કહીએ તો પોલીસ અને નારાયણ સાંઇ વચ્ચે બિલાડી-ઉંદરની રમત ચાલી રહી છે.

રાજસ્થાન તથા ગુજરાત પોલીસની અરજી પર હરિયાણા પોલીસે પણ નારાયણ સાંઇ વિરૂદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરી છે. હરિયાણા બધા જિલ્લાઓની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. એલર્ટ કરતાં એમ કહેવામાં આવ્યું છે કે નારાયણ સાંઇ એક અપરાધી છે. જેની સૂચના મળતાં જ તાત્કાલિક કંટ્રોલરૂમને જાણ કરવામાં આવે. એક તરફ પુત્ર ફરાર છે, તો બીજી તરફ આસારામની કસ્ટડી 6 નવેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. એટલે કે આસારામ આ વર્ષે જેલમાં જ દિવાળી મનાવશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
