ઇશરત કેસમાં પોલીસ અધિકારીઓ આરોપીઓની મદદ કરે છે : કોર્ટ

ન્યાયમૂર્તિ જયંત પટેલ અને ન્યાયમૂર્તિ અભિલાષા કુમારીની બેંચે જણાવ્યું કે 'આ વાત તાજેતરના તપાસ અહેવાલમાં સામે આવી છે. રાજ્ય પોલીસના કેટલાક અધિકારીઓ આ કેસમાં આરોપી પોલીસ અધિકારીઓને સંરક્ષણ આપી રહી છે. તેમને બચાવી રહી છે અને મદદ કરી રહી છે.' પીઠે આ વાત સીબીઆઇના અનુરોધની સુનવણી કરતા સમયે જણાવી હતી. કોર્ટે એમ પણ કહ્યું કે સતીશ વર્માની સેવાઓને 30 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે.
અદાલતે સીબીઆઇ દ્વારા કેસની તપાસ અંગે સોંપવામાં આવેલા પ્રગતિ રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ આમ જણાવ્યું હતું. આ રિપોર્ટ અદાલતને ગુરુવારે સીલબંધ કવરમાં સોંપવામાં આવ્યો હતો. પીઠે સીબીઆઇ માટે વર્માની સેવાઓ આપવા અંગે વાંધો દર્શાવવા અંગે રાજ્ય સરકારની વૃત્તિ ઉપર પણ સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટે જણાવ્યું કે "અમે એ સમજવામાં નિષ્ફળ રહ્યા છીએ કે રાજ્ય સરકાર તેના આઇએએસ અધિકારીઓની સેવા સીબીઆઇને આપવાનો વિરોધ કરી રહી છે. રાજ્ય સરકારને આમાં શું વાંધો પડી રહ્યો છે કે તે અવરોધો ઉભા કરી રહી છે. રાજ્ય સરકારે વાસ્તવમાં કોણ દોષિત છે તે અંગે તપાસ કરવી જોઇએ."
અદાલતે સીબીઆઇન નિર્દેશ કર્યો છે કે તે 13 જૂન સુધીમાં કેસની પ્રગતિ રિપોર્ટને જમા કરાવે. આ કેસની આગલી સુનવણી 14 જૂને યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યાં સુધી આ કેસમાં વર્માની સીબીઆઇને આપવામાં આવી રહેલી સેવાઓની મુદલ લંબાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
