યુવતી પર રંગ નાંખી હેરાન કરતાં યુવકોને પોલીસનો મેથીપાક

Subscribe to Oneindia News

રાજકોટના બાલભવન રોડ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો મોટી સંખ્યામાં ધૂળેટી રમી રહ્યા હતા. લોકો એક-બીજા પર રંગો નાખી ધૂળેટી ઉજવી રહ્યા હતા, તે દરમિયાન કેટલાક અસામાજિક તત્વો રોડ પરથી જતી યુવતીઓ પર રંગો નાખી હેરાન કરતા હતા. આ બાબતે પોલીસને જાણ થતા પોલીસે આવી અસામાજિક તત્વોને મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરી અસામાજિક તત્વોને ત્યાંથી ભગાડ્યા હતા. પોલીસને જોતા જ અસામાજિક તત્વો પોતાની બાઈક લીધા વગર ત્યાંથી ભાગી નીકળ્યા હતા.

rajkot holi

અહીં વાંચો - દેશભરમાં લોકોએ હોળીનો તહેવાર કઇ રીતે ઉજવ્યો? જુઓ અહીં..

કમિશનરે જાહેરનામું બહાર પાડીને આવી પ્રવૃત્તિ અટકાવવાની તકેદારી અગાઉથી રાખી હતી. રાજકોટ પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું અને આવો કોઈ બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. આમ છતાં રાજકોટના બાલભવન રોડ જાહેરનામું ભંગ કરી રહેલા કેટલાક યુવાઓ નજરે પડતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી ડરીને ત્યાં હાજર સૌ કોઈ પોતાના વાહનો લઈ ભાગી છૂટ્યા હતા.

English summary
Police take action in the Rajkot ,Some social elements to put colors on the girl on the road.
Please Wait while comments are loading...