સ્ટેટ ફુડ સેફ્ટી ઇન્ડેક્સમાં ગુજરાત પાછળ ધકેલાયુ, ટોપમાથી થયુ બહાર
મીનિસ્ટ્રી ઓફ હલ્થ એન્ડ વેલ્ફેરના વર્ષ 2022-23 ના રિપોર્ટ અનુસાર સ્ટેટ ફુડ સેફ્ટી ઇન્ડેક્સમાં ટોપ રાજ્યોમાથી ગુજરાત બહાર નીકળી ગયુ છે. અન્નની ગુણવત્તા ઉપરાંત અન્ય માંપદંડોમાં ગુજરાત અન્ય રાજ્યો કરતા પાછળ છે.

વર્ષ 2018-19 અને 2021-22 માં સ્ટેટ સેફ્ટી ફુડ ઇન્ડેક્સમાં ગુજરાત રાજ્ય ટોપના રાજ્યોમાં સ્થાન ધરાવતુ હતુ. પણ આ ખતે સ્ટેટ સેફ્ટી ઇન્ડેક્સમા ગુજરાતનો સ્કોર 48.5 રહ્યો છે. ખોરાકની ગુણવત્તા લઇને ગુજરાતનું પ્રદર્શન ધીરે ધીરે નબળુ પડી રહ્યુ છે. આ કારણોસર અન્ય રાજ્યોનીી સરખામણી ગુજરાત પાછળ રહ્યુ છે.
આ વખતે હમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરલા, ઓડીશા, કાશ્મીર, દિલ્હી અને ચંદીગઢ જેવા રાજ્યોનો સ્ટેટ ફુડ સેફ્ટી ઇન્ડેક્સમાં સારો દેખાવ જોવા મળી રહ્યો છે. આ રાજયોમં સુધારો પણ જોવા મળ્યો છે.
ગુણવત્તા વગરના ખોરાકથી વર્ષે 4.20 લોકો પોતાનો જીવ ગુમાવે છે. પાંચ વર્ષથી ઓછી વયના સવા લાખ બાળકો મોતને ભેટ્યા છે. અસુરક્ષિત ખઓરાકને કારણે ડાયાબીટીસ, સિહતના રોગ થાય છે.












Click it and Unblock the Notifications
