શાંતિ, દિવ્યતા અને માનવ જીવનના ઉત્કૃષ્ટ મૂલ્યોનો સંદેશ એક જ સ્થાને પ્રાપ્ત થાય: અમિત શાહ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ફરી કેન્દ્રીય અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે હતા. અમદાવાદ ખાતે ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજના સતાબ્દી મહોત્લવમાં શહભાગી થયા હતા.
ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે અમદાવાદ ખાતે અભૂતપૂર્વ આયોજન સાથે નિર્મિત ભવ્યાતિભવ્ય પ્રમુખસ્વામી નગર ખાતે ઉપસ્થિત રહી ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજ તેમજ અન્ય પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં માનવ ઉત્કર્ષના આંતરરાષ્ટ્રીય સંમેલનનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું હતું.

અમિત શાહે જણાવ્યું હતું કે, આ દિવ્ય પ્રમુખસ્વામી નગરીની મુલાકાત માત્રથી લાખો લોકોને શાંતિ નો અનુભવ થશે, આત્માનું કલ્યાણ થશે. અહીં પ્રમુખસ્વામી મહારાજનો સંદેશ, વેદો, ઉપનિષદો અને ભારતીય સંસ્કૃતિની બોધકથાઓને ખૂબ સુંદર રીતે સામાન્ય વ્યક્તિ સમજે તે રીતે વણીને રજૂ કરવામાં આવી છે. જીવન નિષ્કટંક તરીકે જીવવાના અનેક બોધ આ નગરમાં ઉપલબ્ધ છે ત્યારે આ બહુઉદ્દેશીય કાર્યક્રમમાં મને આમંત્રિત કરવા બદલ બીએપીએસ સંસ્થાનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા જીવનના અનેક ઉતાર ચઢાવમાં અને ખાસ કરીને જીવનના નરસા પ્રસંગોએ મારા પરિવાર કરતાં પણ પહેલા પરમ વંદનીય પ્રમુખસ્વામી મહારાજનો મને ફોન આવ્યો છે. હું તેમની પાસે ચિંતા અને પ્રશ્નો લઈને જતો અને શાંતિ, ચેતના અને ઉર્જા લઈને પાછો ફરતો.
શાહે કહ્યું હતું કે, સંતનું સમાજ જીવન માટેનું યોગદાન શું હોઈ શકે, સંસારી જીવોના જીવનમાં શાંતિ, સદમાર્ગ, સદઉદ્દેશ આપવાનું યોગદાન શું હોઈ શકે તે પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર જીવન દરમિયાન કરીને બતાવ્યું છે. ચીર પુરાતન ભારતીય જ્ઞાન પરંપરા, વેદો, ઉપનિષદોના જ્ઞાનને, આદર્શ જીવનના મૂલ્યોને, આધ્યાત્મિક જ્ઞાનને શિક્ષાપત્રીમાં સરળતાથી વ્યવહાર રીતે સમગ્ર સંસારને આપવાનું કાર્ય બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે કર્યું છે. તેમણે ૧૧૦૦થી વધુ શિષ્તબદ્ધ સંન્યાસીઓની ટુકડી તૈયાર કરી છે, હજારો મંદિરો, સત્સંગ સભાઓ, હજારો ગામોમાં મુલાકાત કરી અઢી લાખથી વધુ પરિવારની સાથે બેસી તેમનું દુઃખ દર્દ સાંભળી તેને દૂર કરવાનું કાર્ય કર્યું છે. દેશના લાખો પરિવારોમાં ઘરસભાના માધ્યમથી કુટુંબભાવના મજબૂત કરી કુટુંબ સંસ્થાને પુનર્જીવિત કરવાનું ભગીરથ કાર્ય બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે કર્યું છે.
શાહે વધુમાં જણાવ્યું હતું કે, ગતરોજ પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી તેમજ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ છે. યોગાનું યોગ છે કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે જ પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીનું વર્ષ આવ્યું છે. નરેન્દ્રભાઈ મોદી ૨૦૧૪માં પ્રધાનમંત્રી થયા ત્યારથી આજ સુધીનો આઠ વર્ષનો સમય દેશનો સાંસ્કૃતિક પુનઃ જાગરણકાળ તરીકે ઓળખાશે. ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરીને રામ મંદિર નિર્માણ કાર્યની શરૂઆત, કાશીવિશ્વનાથ ધામનો જીર્ણોદ્ધાર,બદ્રીધામ, કેદારધામને આધુનિક અને સુવિધાયુક્ત બનાવવું તેમજ અંબાજી, સોમનાથ અને પાવાગઢ જેવા યાત્રાધામોમાં સદીઓ સુધી સંદેશ જાય તેવું નિર્માણ કરવાની બાબત હોય, અનેક વીથ દ્વિધાવમાંથી સમાજને મુક્ત કરી અનેક વર્ષોથી અટકેલા સાંસ્કૃતિક પુનઃજાગરણના પ્રશ્નોને પૂર્ણ કરવાનું કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં થઈ રહ્યું છે. ભારતના યોગને વિશ્વની ધરોહર બનાવવા માટે, ભારતીય આયુર્વેદના વિજ્ઞાનને અનુસંધાનની અને તારણોની સહાયતાથી વિશ્વસ્વીકૃત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અવિરત રૂપથી કાર્યરત છે.












Click it and Unblock the Notifications
