For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રવીણ તોગડીયા મામલે VHPએ રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન

પ્રવીણ તોગડીયા મામલે વિશ્વ હિંદુ પરિષદે રાજ્ય સરકાર પર સાધ્યું નિશાનપ્રવીણ તોગડીયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મુક્યો હતો આરોપઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

વિશ્વ હિંદુ પરિષદ(વીએચપી)ના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડીયા અને રાજ્ય સરકાર વચ્ચે ચાલી રહેલ વિવાદમાં વિહિપ તરફથી મોટું નિવેદન આવ્યું છે. વિશ્વ હિંદુ પરિષદે રાજ્ય સરકાર પર વર્ષ 2002માં હિંદુઓને જેલ મોકલવાનો અને તેમની હત્યાનો આરોપ મુક્યો છે. કહેવામાં આવ્યું છે કે, વીએચપી, બજરંગ દળના કાર્યકર્તાઓ અને અનેક હિંદુઓઓને ઘણાં વર્ષો સુધી હેરાન કરવામાં આવ્યા અને પ્રવીણ તોગડીયા સાથે આ સૌને ખોટા મામલાઓમાં ફસાવવામાં આવ્યા. પરિષદે આ અંગે એક પત્રકાર વિક્ષપ્તિ પણ લાગુ કરવામાં આવી છે, જેમાં આરોપ મુકવામાં આવ્યો છે કે, આ બહાને સરકાર પોતાના હિંદુ-વિરોધી એજન્ડાને સાકાર કરવાનો પ્રયત્ન કરી રહી છે.

pravin togadia

તો બીજી બાજુ એવા પણ સમાચાર છે કે, વિશ્વ હિંદુ પરિષદના નેતા ડૉ.પ્રવીણ તોગડીયાની સંગઠનમાંથી છુટ્ટી થઇ શકે છે. તેમણે પત્રકારો સાથે વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું, એ પછી વિહિપ દ્વારા આયોજિત કરવામાં આવેલ સંત સંમેલનમાં પ્રવીણ તોડીયા જોવા નહોતા મળ્યા. આ પરથી તારણ કાઢવામાં આવ્યું હતું કે, વિહિપ અને પ્રવીણ તોગડીયા વચ્ચે ખટાશ આવી છે. આ મામલે વિશ્વ હિંદુ પરિષદના માર્ગ દર્શક મંડળના સભ્ય સ્વામી ચિન્મયાનંદે સ્પષ્ટ રીતે કહ્યપં હતું કે, પ્રવીણ તોગડીયાને પ્રયાગરાજના સંત સંમેલનમાં બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ન આવ્યા. હવે વિહિપ તરફથી આવેલ નિવેદન બાદ લાગે છે કે તેઓ હજુ પણ પ્રવીણ તોગડીયાની પડખે છે.

English summary
VHP chief Pravin Togadia alleged that attempts are being to suppress his voice, a VHP leader from Gujarat on Saturday accused the police department of targeting VHP and Bajrang Dal activists in manufactured cases.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X