For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિમોન્શૂન પૂર્વ તૈયારીના ભાગ રૂપે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળી બેઠક

ગાંધીનગર મુખ્ય સચિવ પંકજકુમારની અધ્યક્ષતમાં પ્રિમોન્શુન પ્લાન તૈયાર કરવા માટે બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્રિય સુરક્ષા એજેન્સીઓ એનડીઆફએફ, એસડીઆરફ, હવામાન વિભાગના અધિકારીઓ, કોસ્ટ ગાર્ડ, રેપીડ એક્શન ફોર્સના અધિકારીઓ તેમજ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર મુખ્ય સચિવ પંકજકુમારની અધ્યક્ષતમાં પ્રિમોન્શુન પ્લાન તૈયાર કરવા માટે બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્રિય સુરક્ષા એજેન્સીઓ એનડીઆફએફ, એસડીઆરફ, હવામાન વિભાગના અધિકારીઓ, કોસ્ટ ગાર્ડ, રેપીડ એક્શન ફોર્સના અધિકારીઓ તેમજ મહેસૂલિ વિભાગ, કૃષિ વિભાગ, પશુ પાલન વિભાગ, ઉર્જા વિભાગ, પશુપાલન, વિભાગ, ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

P SWARUP

પ્રિમોન્સુનની ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવા, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવા, પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા જી.ઇ.બી. પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે સંપર્કમાં રહેવા તથા ટેલિફોન નંબરો અપડેટ કરવા પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

યુ.જી.વી.સી.એલ.ના વીજ પુરવઠો જાળવી રાખવા, વાવાઝોડાના કારણે પડી ગયેલ ઇલેકટ્રીક થાંભલા ઉભા કરવા તેમજ વીજ પૂરવઠો પૂર્વવત થાય તે માટે તમામ વ્યવસ્થાની તૈયારીઓ કરવા જણાવ્યું હતું. જેસીબી મશીન, બુલડોઝર, પાણીના ટેન્કર તેમજ મજૂરો તૈયાર રાખવા, જાન-માલના કિસ્સામાં મૃતદેહો સંભળવા, સોંપવા તથા નિકાલ કરવાની તૈયારીઓ રાખવા પણ બેઠખમાં ચર્ચા કરવામાં આવી હતી.

વાહન વ્યવહારના વિભાગીય નિયામકને સ્થળાંતર માટે જરૂરિયાત મુજબ એસટીઓ પૂરી પાડવા તથા બંધ અને શરૂ થતા રૂટ અંગેની માહિતી જનતાને સમયસર મળી રહે તે માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી હતી. પુરવઠા અધિકારીને સ્થળાંતર થયેલ અસરગ્રસ્તોને આશ્રય સ્થાનો, ઉપર ફુડ પેકેટ મળી રહે તે માટેની વ્યવસ્થા સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનથી ગોઠવવા પ્લાન તૈયાર કરવા મુખ્ય સચિવ દ્વારા સૂચના આપી છે.

English summary
PREMONSOON MEET IN CHAIR OF CHIEF SECERETORY
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X