પ્રધાનમંત્રી ગુજરાતથી "ડિજિટલ ઇન્ડિયા વીક" દેશ વ્યાપી પ્રારંભ કરાવશે
અત્યાધુનિક ડિજિટલ સેવાઓને દેશના નાગરિકોને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકારનું વધુ એક નક્કર કદમ ભાગ રૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 જૂલાઇના રોજ "ડિજિટલ ઇન્ડિયા વીક" 2022 નો દેશ વ્યાપી શુભારંભ કરાવશે.
અત્યાધુનિક ડિજિટલ સેવાઓને દેશના નાગરિકોને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકારનું વધુ એક નક્કર કદમ ભાગ રૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 જૂલાઇના રોજ "ડિજિટલ ઇન્ડિયા વીક" 2022 નો દેશ વ્યાપી શુભારંભ કરાવશે. પ્રધાનમંત્રીના ગાંધીનગર પ્રવાસને લઇને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ પ્રધાનમંત્રી જે રસ્તા પરથી પસાર થવાના છે તે રસ્તા પરની નાના નાની દુકાનો પણ બંધ કરવામાં આવી છે.

ગુજરાતના મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરની પણ હાજર રહેશે 'ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ', 'માય સ્કીમ', 'મેરી પહેચાન', 'ડિજિટલ ઇન્ડિયા ભાષિની', 'ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ', 'ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ' તથા 'કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક' જેવી ડિજિટલ પહેલનું લૉન્ચિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.
૨૦૦થી વધુ સ્ટોલ સાથેના ડિજિટલ મેળામાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સનું પ્રદર્શન મુકરવામાં આવશે. ટેકનોલૉજીના વિવિધ પ્લેટફોર્મ થકી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનું તકનીકી કૌશલ્ય વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે.












Click it and Unblock the Notifications
