વડાપ્રધાન મોદી સોમનાથ ખાતે 20 ઓગષ્ટના રોજ અનેક પ્રોજેક્ટનો આરંભ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓગસ્ટના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ મંદિરને લગતા અનેક પ્રોજેક્ટ્સનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓગસ્ટના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ મંદિરને લગતા અનેક પ્રોજેક્ટ્સનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિઝિટલી સોમનાથ સમુદ્ર દર્શન વોક પથ, સોમનાથ એક્ઝિબિશન સેન્ટર અને રિનોવેટેડ અહિલ્યાબાઈ હોલકર સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્વતી મંદિરનો શિલાન્યાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન પહેલાના સમયથી સોમનાથ મંદિર પાસે એક કિલોમીટર લાંબા સમુદ્ર દર્શન વોક બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી, જે હવે બનીને તૈયાર થઇ ગયો છે. આશરે 47 કરોડ રૂપિયાના ખર્ચે આ વોક બનાવવામાં આવ્યો છે.
સોમનાથ મંદિર સંકૂલમાં સ્થિત પ્રવાસી સુવિધા કેન્દ્ર નજીક સોમનાથ પ્રદર્શન કેન્દ્રનું નિર્માણ કરાયું છે. આ પ્રદર્શન કેન્દ્રમાં જૂના મંદિરના અવશેષો પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાર્વતી મંદિર જૂના સોમનાથ મંદિર તરીકે પણ ઓળખાય છે. તેના નવીનીકરણ પાછળ 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં ડિજિટલ માધ્યમથી હજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ માંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. આ સાથે અમિત શાહ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. અમિત શાહે ડિસેમ્બર 2018માં સમુદ્ર દર્શન પદયાત્રાનો શિલાન્યાસ કર્યો હતો.












Click it and Unblock the Notifications
