વડાપ્રધાને કોર કમિટીની બેઠક બાદ ભાજના નેતાઓ સાથે લીધુ ભોજન

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કોર કમિટીની બેઠક યોજાઈ પ્રધાનમંત્રી પોતાના ગુજરાતના બે દિવસના પ્રવાસના અંતિમ દિવસે ગાંધીનગર કમલમ ખાતે આવેલા ભાજપ પ્રદેશ કાર્યલાય ખાતે બે

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કોર કમિટીની બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી પોતાના ગુજરાતના બે દિવસના પ્રવાસના અંતિમ દિવસે ગાંધીનગર કમલમ ખાતે આવેલા ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે બે કલાક રોકાયા હતા. તેમજ રાત્રી ભોજન ભાજપના કોર કમિટીના સભ્યો સાથે લીધુ હતુ.

NARMADA MODI

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 મહિના બાદ ફરી ભાજપ પ્રદેશ કાર્યલય ખાતે મુલાકાત લીધી હતી. તેમજ ભાજપ પ્રદે કોર કમિટીની બેઠકમાં ભાગ લઇને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ચર્ચા કરી હતી. આ પહેલા વડાપ્રધાને ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન અને મુખ્યમંત્રી સાથે બંધ બારણે બેઠક કરી હતી.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે, ગુજરાતનાં પ્રવાસ દરમ્યાન રાજ્યને ઘણી વિકાસલક્ષી ભેટ આપી છે અને તેની એક એક ક્ષણ ઉત્સાહ માટેની રહી છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબને સહજ અને સરળતાથી મળવાનો મોકો મળ્યો એ અમારા માટે સૌભાગ્યની વાત છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજી દ્વારા સરકાર અને સંગઠન લક્ષી કામગીરી ધ્યાને મૂકી છે આ બંને કામગીરીની નરેન્દ્રભાઈ મોદી સરાહના કરી હતી.

જીતુ વાઘાણીજીએ જણાવ્યું કે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસની શરૂઆત ગાંધીના ગુજરાતમાં સાબરમતીના તટે થઇ હતી. કચ્છમાં ઘણા પ્રકલ્પોના ઉદ્ઘાટન થયા છે, સુકા રણમાં પાણી પહોંચાડવાનું કામ હોય કે પછી સ્મૃતિવનને ખીલવવાનું તમામ આયામો નરેન્દ્ર મોદી સાહેબના સીધા માર્ગદર્શન નીચે થયેલા કામો પૈકીનાં છે. સુઝુકી નાં 40 વર્ષ અને જાપાનનાં લોકો ભારતમાં આવે, ગુજરાત અને જાપાન એ બંનેના કલ્ચર અને વિકાસની વાત આજે ગુજરાતમાં થઇ છે અને હજારો કરોડના રોકાણો થશે અને તેનાથી રોજગારી અને લાભ થશે.

જીતુ વાઘાણીજી એ વધુમાં જણાવ્યું કે, કોર કમિટીના સૌ સીનીયર આગેવાનોએ માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ તેમજ માન.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલજી દ્વારા વડાપ્રધાનને વિનંતી કરવામાં આવી કે કોર કમિટીને પણ માર્ગદર્શન આપે મળે અને હળવી વાતચીત થાય. વધુમાં જણાવ્યું કે એ વાતનો આનંદ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે ત્યારે કમલમમાં આવી ભારતીય જનતા પાર્ટીનાં કામ તેમજ સરકારનાં મહત્વના સેવાકીય કાર્યો જનતા જનાર્દન સુધી છેવાડાના માનવી સુધી કઈ રીતે લઇ જઈ શકાય તેનું માર્ગદર્શન તેમના મારફતે અમને મળ્યું.

વધુમાં જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સહજ અને સરળતાથી મળવાનો મોકો મળ્યો એ અમારા માટે સૌભાગ્યની વાત છે. અમારી વિનંતી એમને સ્વીકારી તે બદલ કોર કમિટી વતી, ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી અને ગુજરાતનાં કાર્યકર્તાઓનું કેન્દ્ર સ્થાન વ્યવસ્થાના ભાગ રૂપી કામ કરતા સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ વતી અમે આભાર માનીએ છીએ. વધુમાં જણાવ્યું કે આજે માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજી દ્વારા અનેક સરકાર અને સંગઠન લક્ષી કામગીરી ધ્યાને મૂકી છે. કહેતા આનંદ થાય છે કે બંને કામગીરીને માન.નરેન્દ્ર મોદી સરાહના કરી છે અને વધાવી છે. રાજ્યની સરકાર તેમજ ભારતીય જનતા પાર્ટી, તેના કાર્યકર્તાઓ અને તેનો પરિશ્રમ એના આધાર ઉપર જ્યારે ચુંટણી છે ત્યારે માત્ર વિકાસ એ અમારો એજન્ડા રહ્યો છે. વિકાસમાં તમામ સમસ્યાનું સમાધાન છે અને વિકાસ એ અમારું હૃદય છે. આજે તમામ કમિટીના સભ્યો દ્વારા વિકાસલક્ષી વાતો રજુ કરી છે ત્યારે એક અલગ જ ઉત્સાહ અને આનંદ વધ્યો છે તેમ જણાવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X