યુક્રેનમાં MBBS માટે ગયેલી પાટણની પ્રિયા પટેલ હેમખેમ ઘરે પરત ફરી!

યુક્રેનની ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે ગયેલી પ્રિયા યુદ્ધમાં ફસાઈ હતી. હવે પ્રિયા હેમખેમ પરત ફરી છે.

પાટણ : યુક્રેનની ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે ગયેલી પ્રિયા યુદ્ધમાં ફસાઈ હતી. હવે પ્રિયા હેમખેમ પરત ફરી છે. પ્રિયાએ જણાવ્યુ છે કે, તેને ભારતીય એમ્બેસીની એડવાઈઝરી મુજબ અમારે યુક્રેન છોડી દેવાનું હતું અને 28 ફેબ્રુઆરીએ ભારત આવવા મારી ફ્લાઈટ હતી. પરંતુ એર ઝોન બંધ થવાથી મારી ફ્લાઈટ કેન્સલ થઈ હતી અને હું યુક્રેનમાં જ ફસાઈ ગઈ હતી.

Priya Patel

આ બાબતે વાત કરતા તેની માતાએ જણાવ્યુ કે, યુદ્ધના સમાચાર સાંભળી દીકરીની ચિંતા થતી હતી કે આવી સ્થિતિમાં તે કઈ રીતે પાછી ફરશે? જે બાદ 'ઑપરેશન ગંગા'ની માહિતી મળી અને આશા બંધાઈ કે હવે પ્રિયા સલામત રીતે ઘરે પહોંચશે. અમારો વિશ્વાસ સાચો સાબિત થયો, આજે પ્રિયા અમારી સાથે છે. અમે પ્રિયા સાથે સતત સંપર્કમાં હતા જેથી વહિવટી તંત્રના અધિકારીઓ એ ત્રણથી ચાર વખત અમારા ઘરની મુલાકાત લઈ યુક્રેનમાં ફસાયેલી પ્રિયાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. જેના આધારે અન્ય વિદ્યાર્થીઓ સાથે પ્રિયાને પણ ઘરે લાવવાની વ્યવસ્થા કરી શકાય.

પ્રિયાએ પોતાના અનુભવો અંગે જણાવ્યુ કે, 'ઑપરેશન ગંગા' અંતર્ગત એમ્બેસી દ્વારા અમને પોલેન્ડ બોર્ડરથી બસ દ્વારા હોટલ અને ત્યારપછી ખાસ ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવ્યા. દિલ્હીથી બસ દ્વારા અમે ગુજરાત આવતાં હું ઘર સુધી પહોંચી શકી છું. આ દરમિયાન અમને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડી નથી. અમારા રહેવા અને જમવા સહિતની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી હતી.

યુક્રેનથી સલામત રીતે પોતાના ઘરે પહોંચાડવા બદલ આભારની લાગણી વ્યક્ત કરતાં પ્રિયા કહે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા 'ઑપરેશન ગંગા' થકી હું આજે મારા પરિવાર સાથે છું. તેઓ ખૂબ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે અને તેના માટે હું તેમનો આભાર માનું છું.

ઉલ્લેખનીય છે કે, 'ઑપરેશન ગંગા' અંતર્ગત પાટણ જિલ્લામાંથી અભ્યાસાર્થે ગયેલા 30 વિદ્યાર્થીઓ પૈકી 28 વિદ્યાર્થીઓને હેમખેમ ભારત લાવી દેવામાં આવ્યા છે. જિલ્લા વહિવટી તંત્રના અધિકારી બાકીના વિદ્યાર્થીઓના પરિવારજનો સાથે સંપર્કમાં છે તથા રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનમાં રહી આવનારા દિવસોમાં બાકીના વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, યુક્રેનમાં સતત સ્થિતી બગડી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X