For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકને હચમચાવનારા કાદરીએ મોદીનો માન્યો હતો આભાર!

By Super
|
Google Oneindia Gujarati News

qadri-modi
ગાંધીનગર, 16 જાન્યુઆરીઃ એક તરફ એલઓસી પર તણાવને લઇને ભારત સાથે વિવાદમાં પડેલા પાકિસ્તાનમાં રાજકીય સંકટ ઘેરાયું છે. હાલની સરકાર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારને લઇને તેને સત્તા પરથી હટાવી લેવા માટે ઇસ્લામાબાદમાં મોટી સખ્યામાં લોકો એકઠાં થયા છે અને જોરદાર વિરોધ કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં આ સંકટ ઉભૂ કરનાર અન્ય કોઇ નહીં પરંતુ ગત વર્ષે ફેબ્રુઆરીમાં વડોદરા આવેલા તાહિર અલ કાદરી છે. અત્રે નોંધનીય છે કે, પાકિસ્તાનમાં રાજકીય સંકટ ઉભો કરનાર તાહિર અલ કાદરી ગત વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી મોદીનો તહે દીલથી આભાર માન્યો હતો. તેમણે આ આભાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા આપવા બદલ માન્યો હતો. જેનો વિરોધ થયો હોવા છતાં પણ તેઓ પોતાની વાત પર હજુ સુધી અડગ રહ્યાં છે.

જ્યારે કાદરી ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાતની મુલાકાત લીધી હતી, જે સમયે જરાક અમથો વિવાદ પણ સર્જાયો હતો. તેમણે તેમની આ મુલાકાત દરમિયાન મુસલમાનોને સલાહ આપી હતી કે 2002માં જે રમખાણો થયા તેમાંથી આગળ આવાની જરૂર છે. આ દરમિયાન કાદરીને મોદી સરકાર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. જે બદલ તેમણે મુખ્યમંત્રી મોદીનો આભાર માન્યો હતો.

જો કે, તેમણે મોદીના વખાણ કર્યાં હતા એ વાતે વિવાદ ચગાવ્યો હતો અને ત્યાર બાદ તેમણે પોતાના એક ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે તેમણે કોઇપણ વ્યક્તિના વખાણ નહોતા કર્યાં માત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. કારણ કે, એ રાજ્યની સરકારે મને પુરતી સુરક્ષા વ્યવસ્થા આપી હતી, એ પણ માગણી કર્યા વગર, 300 કરતા વઘારે પોલીસ કર્મીઓ ગોઠવવામાં આવ્યા હતા અને ઝેડ પ્લસ સુરક્ષા પણ પૂરી પાડી હતી. જો કે, કેટલાક લોકો આ વાતને મોરી તરોડીને રજૂ કરીને વિવાદ કરી રહ્યાં છે.

2006માં નેશનલ એસેમ્બલીમાંથી રાજીનામું આપીને કાદરી કેનેડા જતા રહ્યાં હતા. ગત વર્ષ ડિસેમ્બરમાં તેઓ પરત ફર્યા હતા અને લાહોરમાં એક કાર્યક્રમ કર્યો હતો. જેમાં પણ તેમણે હાલની સરકારના રાજીનામાની માંગ કરી હતી અને એક નવી સરકાર રચવામાં આવે તેમ જણાવ્યું હતું. તાજેતરમાં ફરી એક વાર તેઓએ આ જ માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. ઇસ્લામાબાદમાં મોટી સંખ્યામાં લોકો એકઠાં કરીને તેઓ માત્ર હાલની સરકાર દ્વારા સત્તા પરથી રાજીનામું આપવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.

English summary
Qadri thanked Gujarat Chief Minister Narendra Modi for providing him security during his visit to that State.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X