રાધવ ચઢ્ઢાએ બીજેપી પર ઉમેદવારનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો, જાણો શું છે પુરો વિવાદ?

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે હાલ બીજેપી અને કોંગ્રેસ એકબીજા સામ-સામે જોવા મળી રહ્યા છે.

સુરત : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે હાલ બીજેપી અને કોંગ્રેસ એકબીજા સામ-સામે જોવા મળી રહ્યા છે. એક તરફ બીજેપી મેદાન બચાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં કમાલ કરી મોદી-અમિત શાહને ટક્કર આપવાનો તખ્તો તૈયાર કરી રહી છે. તમામ રાજનીતિક ઘટનાક્રમ વચ્ચે આમ આદમી પાર્ટીએ બીજેપી પર મોટો આરોપ લગાવ્યો છે.

Radhav Chadha

આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ બીજેપી પર ઉમેદવારનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, સુરત પૂર્વ બેઠક પરથી અમારા ઉમેદવાર કંચન જરીવાલાનું ભાજપે અપહરણ કર્યુ છે. અગાઉ ભાજપે તેના ઉમેદવારી પત્રો નામંજૂર કરાવવાનો પ્રયાસ કર્યો હતો, સફળ ન થયા ત્યારે તેમને ઉમેદવારી પાછી ખેંચવા દબાણ કર્યું અને હવે તેમનું અપહરણ કર્યું છે. કંજન જરીવાલા ગઈ રાતથી ગુમ છે.

આમ આદમી પાર્ટી તરફથી રાઘવ ચઢ્ઢાએ બીજેપી પર લોકતંત્રની હત્યાનો આરોપ લગાવ્યો છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, ગઈકાલે સવારથી ભાજપના ગુંડાઓએ તેમનું અપહરણ કર્યું છે. તે હાલ ભાજપના ગુંડાઓની કસ્ટડીમાં છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એટલી નર્વસ અને ડરી ગઈ છે કે તે AAPના ઉમેદવારોનું અપહરણ કરી રહી છે. આ ગુંડાગીરી અને લોકશાહીની હત્યા છે. તેમણે કહ્યું કે, ગઈ કાલે ભાજપે સ્થાનિક ગુંડાઓ દ્વારા કંચન પર ઉમેદવારી ન કરવા દબાણ કર્યું હતું. આ સાથે જ નોમિનેશનના છેલ્લા દિવસે નોમિનેશન રદ્દ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેણે વાત ન માની તો તેનું અપહરણ કરી લીધું અને પોતે તેને ચૂંટણી પંચની ઓફિસમાં લઈ ગયા. આ ઉપરાંત ભાજપના ગુંડાઓએ નામાંકન પાછું ખેંચવા દબાણ કર્યું હતું. પરંતુ તે સંમત ન હતી. તેથી ભાજપના ગુંડાઓએ તેમનું અપહરણ કર્યું છે.

અહીં તમને જણાવી દઈએ કે, કંચન જરીવાલાનો ફોન સ્વીચ ઓફ છે. તેના સ્થાન વિશે કોઈને કંઈ ખબર નથી. તેમણે કહ્યું કે, કંચન પર તમામ પ્રકારનું માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે.

અહીં રાઘવ ચઢ્ઢાએ તેમની વાત દોહરવાતા કહ્યું કે, ચૂંટણી પહેલા ભાજપ AAP અને અમારા નેતા કેજરીવાલથી ડરે છે. ભાજપને હારનો ડર સતાવી રહ્યો છે. ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે ત્યારે ભાજપે અમારા ઉમેદવારનું અપહરણ કર્યું છે.

અહીં રાઘવ ચઢ્ઢાએ સવાલ ઉઠાવ્યો કે શું આ ગુજરાતમાં જંગલરાજ નથી? ચઢ્ઢાએ કહ્યું કે AAP આ મામલે કડક કાર્યવાહી કરશે. પક્ષ તરફથી મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખવામાં આવશે. તેમની સામે અગાઉ પણ ફરિયાદ કરવામાં આવી છે. આ સિવાય તેમણે કહ્યું કે અમે આ અંગે સ્થાનિક પ્રશાસનને પણ ફરિયાદ કરીશું. ચઢ્ઢાએ કહ્યું કે અમને આશા છે કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ ઉમેદવાર પર કોઈપણ પ્રકારનું દબાણ કરવું એ લોકશાહીની હત્યા છે. તેમણે કહ્યું કે આજે ભાજપે ગુજરાતની જનતાને જંગલરાજ રજૂ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X