For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: શું તમે રાહુલ ગાંધીને આદિવાસી નૃત્ય કરતા જોયા છે?

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની ગુજરાત મુલાકાતના ત્રીજા દિવસે દેવગઢ બારિયાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે લોકો સાથે આદિવાસી નૃત્ય પણ કર્યું હતું.

By Shachi
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીના એંધાણ સાથે જ રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવા માટે કમર કસી લીધી છે. ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્યની મુલાકાતો લેવા માંડી છે, હાલ તેઓ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે છે. બુધવારે રાહુલ ગાંધીએ ગુજરાત નવસર્જન યાત્રા હેઠળ દેવગઢ બારિયાની મુલાકાત લીધી હતી, અહીં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ અહીં આદિવાસીઓ સાથે તેમનું પારંપરિક નૃત્ય પણ કર્યું હતું, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

rahul in gujarat

દેવગઢ બારિયા ખાતે પરંપરાગત વસ્ત્રો પહેરાવી રાહુલ ગાંધીનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ તેમના માનમાં ત્યાં સ્થાનિકો દ્વારા પરંપરાગત ટીમલી નૃત્યનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમણે રાહુલ ગાંધીને પણ આ નૃત્યમાં જોડાવા આગ્રહ કર્યો હતો. સ્થાનિકોના આગ્રહને વશ થઇ રાહુલ ગાંધી નૃત્યમાં જોડાયા હતા અને સાથે જ તેમણે અશોક ગેહલોતને પણ પોતાની સાથે લીધા હતા.

રાહુલ ગાંધીના આદિવાસી નૃત્યનો વીડિયો જુઓ અહીં...

English summary
Rahul Gandhi visited Devgadh Baria on his 3rd day of Gujarat visit. He performed adivasi folk dance here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X