અનામત મામલે રાહુલ ગાંધીએ પ્રેસવાર્તા કરી આપી સ્પષ્ટતા
અમદાવાદમાં કોંગ્રેસના નવા અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસવાર્તા કરીને અનામતથી લઇને તેમના ગુજરાત વિઝન મામલે આપી સ્પષ્ટતા. વધુ વાંચો અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની ઠીક પહેલા કોંગ્રેસના નવા અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગુજરાતમાં એક પ્રેસવાર્તા કરી હતી. જેમાં તેમણે અનામત મામલે સ્પષ્ટતા આપી હતી. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે હું જે કોઇ પણ મંદિરની મુલાકાત લઉં છું ત્યાં ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરું છું. શું કોઇ મંદિરમાં જવું ખોટું છે? આવો સવાલ પણ રાહુલ ગાંધીએ આ પ્રેસવાર્તામાં પૂછ્યો હતો. અમદાવાદ ખાતે યોજવામાં આવેલી આ પ્રેસવાર્તામાં રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત જ અમારું વિઝન છે. અને અમારી સરકાર આવતા જ અમે તમામ વર્ગો સાથે મુલાકાત કરીશું.

આ પ્રસંગે રાહુલ ગાંધીએ કહ્યું કે ગત 22 વર્ષોમાં નરેન્દ્ર મોદીએ ખાલી એક તરફી વિકાસ કર્યો છે. ખાલી કેટલાક ઉદ્યોગપતિઓ માટે ભાજપે કામ કર્યું છે. પીએમ મોદી રેલીમાં ખાલી કોંગ્રેસની વાત કરે છે કે પછી પોતાની, તે ગુજરાતના લોકોની તો વાત જ નથી કરતા તેમ રાહુલે જણાવ્યું હતું. રાહુલે કહ્યું કે ભાજપ આ વખતે પોતાની પોઝિશન ગુજરાત ચૂંટણી વખતે યોગ્ય રીત રાખી નથી શક્યું. સાથે જ રાહુલ કહ્યું કે મોદીએ તેમની કોઇ રેલીમાં જય શાહ અને ભષ્ટ્રાચાર મામલે વાત જ નથી કરી. શા માટે પીએમ જય શાહ મામલે ચૂપ છે?
પીએમ ડરી ગયા
રાહુલ ગાંધીએ કહ્યું કે આ વખતે ગુજરાત ચૂંટણીના જોરદાર પરિણામો આવશે. અને કોંગ્રેસની જ સરકાર બનવાની છે. માટે જ પીએમ ડરી ગયા છે. રાહુલ કહ્યું કે મેં આટલા સવાલ પૂછ્યા પણ પીએમ એ રાફેલથી લઇને અનેક મુદ્દાઓ પર મૌન રાખીને બેસી ગયા છે.
મુદ્દો સી પ્લેન નહીં, ગુજરાત
તેમણે મણિશંકર ઐય્યર પર બોલતા કહ્યું કે પીએમ પરની ટિપ્પણી પછી કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી બહાર નીકાળી દીધા. પણ શું તે પોતે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન અંગે બોલી રહ્યા છે તે યોગ્ય છે? સી પ્લેન મામલે બોલતા રાહુલ કહ્યું કે સારું છે મોદીજીને સી પ્લેનમાં બેસવું હતું અને માટે તે સી પ્લેનમાં બેસી ગયા. પણ સી પ્લેનનો મુદ્દો ગુજરાતના મુખ્ય મુદ્દાથી લોકોનું ધ્યાન ભંગ કરવા માટે ઊભો કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
