કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ, રાહુલ ગાંધીએ કરી ઉના દલિત પીડિતો સાથે મુલાકાત
કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસ પર છે. જ્યાં તે ઉનાના સમઢીવાળામાં દલિત પરિવારને મળ્યા હતા. અને તેમનો હાલ ચાલ જાણવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે આજે સવારે જ એનસીપીના પ્રફુલ પટેલે પીડિતોને બે લાખની આર્થિક સહાય જાહેર કરી હતી. વળી આ મુલાકાત દરમિયાન રાહુલે દલિત પરિવાર સાથે ચા પણ પીધી હતી. અને આ ધટના માટે દુખ પણ વ્યક્ત કર્યું હતું.

આ બાદ રાહુલ ગાંધી રાજકોટમાં હોસ્પિટલ ખાતે દાખલ દલિત યુવાનોની મુલાકાત પણ લેશે. અને તે બાદ રાજકોટ ખાતે મીડિયાને પણ સંબોધશે. નોંધનીય છે કે બુધવારે જ્યારે સંસદમાં ઉના પ્રકરણ પર ચર્ચા ચાલતી હતી ત્યારે રાહુલ ગાંધી સૂતા હતા. ત્યારે આજે શું ગુજરાતમાં ઉના પીડિતોને મળીને તે તેમની ઊંધના કારણ પર સ્પષ્ટતા આપશે કે કેમ તે જોવું પડશે.












Click it and Unblock the Notifications
