For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી ઓક્ટોબરમાં બે દિવસની ગુજરાત મુલાકાતે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 17 સપ્ટેમ્બર : લોકસભા ચૂંટણી 2014ની ધમાધમી વચ્ચે વિવિધ પ્રદેશોની મુલાકાત લઇ રહેલા કોંગ્રેસના સ્ટાર નેતાઓ હવે ગુજરાત તરફ પણ પ્રયાણ કરવાના છે. આ મુલાકાતમાં સૌ પ્રથમ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લેશે. તેઓ ઓક્ટોબરમાં બે દિવસની ગુજરાત મુલાકાતે આવવાના છે.

આ અંગેની માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્‍યક્ષ અર્જુન મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે કોંગ્રેસના રાષ્‍ટ્રીય ઉપપ્રમુખ અને યુવા નેતા રાહુલ ગાંધી આગામી તારીખ 3 અને 4 ઓક્‍ટોબર, 2013 એમ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. રાજ્‍યના બે દિવસના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી પ્રદેશ કારોબારીના સભ્‍યો સાથે બેઠક કરશે અને દરેક જિલ્લા યુનિટના આગેવાનો સાથે પણ બેઠક કરશે.

rahul-gandhi

મોઢવાડિયાએ વધુમાં જણાવ્‍યું હતું કે રાહુલ ગાંધીને જ્‍યારથી કોંગ્રેસના રાષ્‍ટ્રીય ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે ત્‍યારથી તેઓ તબક્કાવાર દેશના તમામ રાજ્‍યોની મુલાકાત લઈ રહ્યા છે અને સ્‍થાનિક આગેવાનો સાથે બેઠકો યોજી પક્ષના સંગઠનને વધુ મજબુત અને અસરકારક બનાવવાની દિશામાં મહત્‍વના સૂચનો પણ કરી રહ્યા છે.

ગુજરાતમાં રાહુલ ગાંધીના પ્રવાસનો હજુ વિસ્‍તૃત કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો હોવાનું પણ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી 3 ઓક્‍ટોબરના રોજ અમદાવાદ ખાતે કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરશે તેમજ ઉત્તર, મધ્‍ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લા આગેવાનોને પણ અમદાવાદ ખાતે મળશે.

બીજા દિવસ એટલે કે 4 ઓક્‍ટોબરના રોજ રાહુલ ગાંધી રાજકોટ ખાતે સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના જિલ્લા આગેવાનો સાથે બેઠક કરી આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ થવા અંગે વિચાર વિમર્શ કરશે.

English summary
Rahul Gandhi will visit Gujarat for two day in October
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X