Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં મેઘમહેર, આજે આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર

Gujarat Rain: રાજ્યમાં આગામી દિવસ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધ્યો છે. સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે. ડેડીયાપાડામાં 2.7 ઈંચ, ઉમરપાડામાં 2.2 ઈંચ, કપરાડામાં 2.40 ઈંચ, ખેડબ્રહ્મામાં 2.2 ઈંચ, જાંબુઘોડામાં 1.77 ઈંચ, વઘઈમાં 1.77 ઈંચ અને વાલિયામાં 1.73 ઈંચ વરસાદ નોંધાયો છે.

G Rain

આજે 3 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (15 જુલાઈ) 3 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. સાબરકાંઠા અને અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના મહિસાગર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અન્ય જિલ્લાઓ યલો એલર્ટ જાહેર કર્યું છે.

જ્યારે આગામી 16થી 18 જુલાઈ સુધી રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ અને ભારે વરસાદ થવાની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X