24 કલાકમાં 197 તાલુકામાં વરસાદ, હજુ 4 દિવસ ગુજરાત માટે ભારે!
ગુજરાત રાજ્યમાં વરસાદની તોફાની બેટીંગ યથાવત છે. એક તરફ ગુજરાતના જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદને પગલે પુરની પરિસ્થિતી છે તો બીજી તરફ હજુ વધારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્યમાં વરસાદની તોફાની બેટીંગ યથાવત છે. એક તરફ ગુજરાતના જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદને પગલે પુરની પરિસ્થિતી છે તો બીજી તરફ હજુ વધારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. ભારે વરસાદને પગલે નવ નિયુક્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જામનગર અને રાજકોટ જિલ્લાની મુલાકાત લીધી હતી.

છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતી
રાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 197 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં નોંધાયો છે. માંગરોળમાં 24 કલામાં 6.4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના કેશોદમાં 5 ઈંચ, જૂનાગઢ અને વંથલીમાં 4 ઈંચ, જૂનાગઢના માળિયા 3.8 ઇંચ, રાજકોટ જિલ્લાના જામકંડોરણા અને જામનગર જિલ્લાના જામજોધપુર માં 3.5 ઇંચ, સુરતના મહુવામાં 2.9 ઈંચ અને છોટાઉદેપુરમાં પણ 2.9 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહીની વાત કરીએ તો, હજુ આગામી 4 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સંભાવનાને જોતા સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ સંભાવના છે. જો કે રાજ્યમાં હજુ 22 ટકા વરસાદની ઘટ છે. સૌથી માટી વાત એ કે સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ પુરી થઈ ગઈ છે.

એનડીઆરએફ સ્ટેન્ડ બાય
રાજ્યમાં ભારે વરસાદ અને આગાહીને જોતા એનડીઆરએફની 20 ટીમ તૈનાત કરાઈ છે. રાજ્યની 15 માંથી 13 અને ભટિંડાથી આવેલી 5 ટીમને સૌરાષ્ટ્રમાં મુકાઈ છે અને ગાંધીનગર અને વડોદરામાં 1-1 ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી









Click it and Unblock the Notifications
