સુરતમાં સચિન પાયલોટનો રાજસ્થાની યુવાનોએ કર્યો વિરોધ

Subscribe to Oneindia News

ચૂંટણીના ટાણે બંન્ને પક્ષના નેતાઓ આવીને ગુજરાતમાં વિવિધ જગ્યાએ પોતાના પક્ષોનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પોતાની માંગણી મૂકીને નાગરિકો પણ ચૂંટણી વખતે ફરકતા આ નેતાઓનો વિરોધ કરવા માંડ્યા છે આ પરિસ્થિતિનો સામનો સુરતમાં સચિન પાઇલટને કરવો પડ્યો હતો. રાહુલની યુવા બ્રિગેડના નેતા સચિન પાયલોટ સુરતમાં પ્રચાર કરી રહ્યા હતા તે સમયે સુરતના કૈલાસનગર વિસ્તારમાં રહેતા રાજસ્થાની યુવાનોએ સચિન પાયલોટનો વિરોધ કર્યો હતો અને કાળા વાવટા ફરકાવ્યા હતા તેમજ કાગળ પર પોતાની માંગણીઓ લખીને રજૂ કરી હતી.

Surat

વિરોધ કરનાર યુવકોએ પોતાન શર્ટ ઉતારી દીધા હતા અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી તો પણ પાણી નહોતું મળ્યું તેમ લખીને વિરોધ કરી રહ્યા હતા. જો કે કોંગ્રેસ આ વિરોધને ભાજપ દ્વારા ખોટી રીતે કરવામાં આવેલ વિરોધ ગણાવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતના ભાઇનું પણ યુરિયા કૌભાંડમાં નામ બહાર આવતા ગુજરાતની ચૂંટણી પર પણ તેની અસર જોવા મળી હતી.

Sachin Pilot
English summary
Rajasthani people protest during Congress leader Sachin Pilot's election campaign at Surat

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.