16 વર્ષના સગીરે 13 વર્ષની યુવતી પર આચર્યું દુષ્કર્મ

Subscribe to Oneindia News

રાજકોટમાં 13 વર્ષની તરુણીનું ટ્યુશન ક્લાસ પાસેથી અપહરણ કરી જઇ રણછોડનગર વિસ્તારમાં રહેતા 16 વર્ષના સગીરે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ઘટનામાં સગીર આરોપીને તેના ભાઇ અને માતા-પિતાએ મદદ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. 16 વર્ષના સગીરે લગ્નની લાલચ આપી તરૂણીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું.

police


સગીરને તેના પરિવારજનોએ મદદ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું. રાજકોટમાં 13 વર્ષની તરુણી બપોરે ટ્યુશને ગયા બાદ પરત ન ફરતા તેમના પરિવારજનોએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તરુણી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા તરુણીનું 16 વર્ષનો તરુણ અપહરણ કરી ગયાનું અને તરુણી પર દુષ્કર્મ આચર્યાનું બહાર આવ્યું હતું. પોલીસે દુષ્કર્મના આરોપી તેમજ મદદગારી કરનાર તેના ભાઇ અને માતા-પિતાની ધરપકડ કરી હતી.

English summary
Rajkot: 16 Year Old Boy Rape On 13 Year Old Girl. Read here more.
Please Wait while comments are loading...