For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં અરવિંદ કેજરીવાલે સીઆર પાટીલ પર કર્યો પલટવાર, કહ્યું- કોઇ ઠગ શાળા અને હોસ્પિટલ ઠીક કરાવે?

રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો પુરજોશથી તૈયારીમાં લાગી ગયા છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા છે. અરવિંદ કેજરીવાલે શાસ્ત્રીમેદાનમાં જંગી સભામાં મોટ

|
Google Oneindia Gujarati News

રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો પુરજોશથી તૈયારીમાં લાગી ગયા છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા છે. અરવિંદ કેજરીવાલે શાસ્ત્રીમેદાનમાં જંગી સભામાં મોટી સંખ્યામાં લોકો જોઇ તેમનો આભાર માન્યો હતો. આગળ કેજરીવાલે કહ્યું કે આજકાલ ઘરે ઘરે આમ આદમી પાર્ટીની ચર્ચા થઈ રહી છે. દિલ્હીમાં 7 વર્ષમાં એક પણ ખાનગી સ્કૂલે ફી વધારી નથી, કોઈ આવી હિંમત કરે તો સરકાર તેને ટેકઓવર કરે છે. પાટીલ કહે છે હું ઠગ છું, હું તમને કહેવા માગું છું કે, કોઈ ઠગ સરકારી સ્કૂલ ઠીક કરાવે? કોઈ ઠગ શિક્ષણ અપાવે, કોઈ ઠગ સરકારી હોસ્પિટલ ઠીક કરાવે. શું તમને હું ઠગ દેખાઉ છું.

Arvind Kejriwal

તેમણે કહ્યું કે મને ખુશી છે કે ગુજરાતના લોકો મને ખુબ પ્રેમ કરે છે. ગુજરાતના ઘણા લોકો મને મળવા આવે છે. તેમની સમસ્યા લઈને આવે છે. એક વૃદ્ધ માતા આવી અને ધીરેથી કાનમા કહ્યું કે, અયોધ્યા વિશે જાણે છે, ગયો છે. તો મેં કહ્યું હા હું ગયો છું. ત્યારે મને કહ્યું કે હું ગુજરાતના એક ગામડામાં રહું છું અને ગરીબ છું. તો મેં કહ્યું અમે તમને અયોધ્યા જરૂર મોકલીશું. દિલ્હી સરકારમાં તિર્થયાત્રા યોજના છે. જેમાં વૃદ્ધ માતા-પિતાને એસી ટ્રેનમાં યાત્રા કરાવીએ છીએ.

અરવિંદ કેજરીવાલે પોતાની સભામાં સીઆર પાટીલ પર પ્રહારો કર્યા હતા. સભામાં તેમણે કહ્યું કે પાટીલને હું કહેવા માગું છું કે તમે ગુજરાતમાં 6 હજાર સરકારી સ્કૂલ બંધ કરી દીધી, ગરીબ બાળકો માટે કેટલી સ્કૂલ ચાલુ કરાવી. પાટીલે એક સભામાં મને મહાઠગ ગણાવ્યો હતો. પરંતુ હું શું ઠગ છું? પાટીલ કહે છે કે, કેજરીવાલ આતંકવાદી છે. મને રાજનીતિ નહીં, કામ કરવાનું આવડે છે. આ સરકાર વીજળી ફ્રી નહીં આપે. આમ આદમી પાર્ટી લાવો અને વીજળી ફ્રી મેળવો. ઘરમાં કોઈને મોટી બિમારી આવી જાય તો ઘર, દાગીના, જમીન વેચાય જાય છે. જેમાં કેટલાય લોકોને આત્મહત્યા કરવાનો વારો આવે છે. દિલ્હીમાં અમે 2 કરોડ લોકોની સારવાર ફ્રી કરી દીધી છે. દિલ્હીમાં 12 લાખ યુવાનોને રોજગારી આપી છે. ગુજરાતમાં પેપર બહુ ફૂટે છે, હું પાટીલને કહું છું તમારાથી પેપરનું આયોજન સારી રીતે નથી થઇ શકતુ તો સરકાર શું ચલાવશો.

English summary
Rajkot: Arvind Kejriwal retaliated against CR Patil
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X