વીડિયોઃ જુઓ રાજકોટમાં ભાજપના ઉમેદવારનો ફિલ્મી સ્ટંટ
રાજકોટ, 25 માર્ચઃ લોકસભા ચૂંટણીનો માહોલ છે. રાજકીય દળો અને તેમના ઉમેદવારો લોકોની વચ્ચે જઇને મત આપવામાં માટે અપીલ કરી રહ્યાં છે. એસી રૂમમાંથી બહાર નીકળીના રાજનેતાઓ પોતાના મત વિસ્તારોની ગલીઓ ખુંદી રહ્યા છે. આ ચૂંટણી માહોલમાં રાજનેતાઓના ફિલ્મી સ્ટંટ પણ જોવા મળી રહ્યાં છે. નેતાઓના આ કારનામાઓના કારણે પાર્ટીને શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. તાજો મામલો રાજકોટ શહેરનો છે. ટીમ મોદીના એક નેતાજી જોશમાં એટલા ઉત્સાહિત થઇ ગયા કે તેમને બાળકો પણ ન દેખાયા.

વીડિયો જારી કરવામાં આવ્યા બાદ જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેઓ બચાવ કરતા જોવા મળ્યા. તેમણે દોષનો ટોપલો આયોજકોના માથે ઢોળી દીધો અને કહ્યું કે, આ માટે આયજકોએ તેમને મજબૂર કર્યા હતા. છાત્રોની યોગ શક્તિ દર્શાવવા માટે આયોજકોએ તેમને આવું કરવા માટે મજબૂર કર્યા હતા. જો કે, પાર્ટીના ઉમેદવારના આ રૂપને લઇને ભાજપને આંચકો પહોંચ્યો છે. જો કે પાર્ટી તરફથી કોઇ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.












Click it and Unblock the Notifications
